fbpx
ગુજરાત

વાપી જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

અસામાજિક તત્વો નો ફરી એક વાર ખરાબ ઇરાદો નાકામ થયો છે અને મોટી જાનહાનિ પર ટળી છે, વાપી જિલ્લામાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તો અસામાજિક તત્વોનું આ કારસ્તાન હોવાનું જણાઈ આવ્યું છે. તેઓએ રેલ્વે ટ્રેક પર પથ્થરની મોટી શિલા (સિમેન્ટ પોલ) મૂકીને રેલ્વે ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. અસામાજિક તત્વો દ્વારા રેલ્વે ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રેકની જોડે રહેતા રહીશોએ રેલવે વિભાગનું ધ્યાન દોરતા રેલ્વેએ તરત જ ટ્રેક પરથી પથ્થરની શિલા હટાવી લીધી હતી અને મોટી જાનહાનિ પણ ટળી હતી. જો સમયસર ટ્રેક પરથી ભારે પથ્થર હટાવવામાં ન આવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

રેલવે પ્રશાસનના ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર ઘટનાની માહિતી લીધી. તે સિમેન્ટનો થાંભલો રેલવે ટ્રેક સુધી કેવી રીતે પહોંચ્યો? કોણે રાખ્યો હશે? અને શું આવી કાર્યવાહી કોઈ મોટા કાવતરાના ભાગરૂપે કરવામાં આવી હતી? રેલ્વે પોલીસે તરત જ આ દિશામાં પગલાં લેતા પોલીસ કેસ નોંધીને તાત્કાલિક ધોરણે અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે. રેલ્વે પોલીસ ટૂંક સમયમાં તેમને જેલભેગા કરશે તેમ માનવામાં આવે છે. રેલ્વે પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ પણ તપાસીને અસામાજિક તત્વોને ઝડપી લેવામાટે ચક્રોગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts