આણંદના ચાંગા સ્થિત વાયબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડમીના સંચાલકોએ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન બાળકોને શાળાએ લાવવા લઇ જવા માટે વાહનની વ્યવસ્થા કરી હતી. જે માટે તેના ભાડા કેટલીક વ્યક્તિ સાથે નક્કી કર્યાં હતાં. પરંતુ આ ભાડાના રૂ. ૪.૮૮ લાખ તેઓએ નહીં ચુકવી છેતરપિંડી કરી હતી. આ અંગે મહેળાવ પોલીસે ટ્રસ્ટી ઉપરાંત મેનેજમેન્ટના ભાગીદારો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચાંગા ખાતે વાયબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડમી સ્કૂલનો પ્રારંભ થયો હતો. આ શાળા શરૂ થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઇ જવા માટે વાહનની વ્યવસ્થા કરવી પડે તેમ હતી. આથી, શાળાના ટ્રસ્ટી ડો. દિપક નંદલાલ રાજગુરુ (રહે.સુરત) તથા વાયબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડમી સ્કૂલના મેનેજમેન્ટના ભાગીદારોએ નાની-મોટી ગાડીઓ માસીક ભાડા પેટે કેટલીક વ્યક્તિ સાથે કરાર કર્યાં હતાં. જાેકે, શાળાના ટ્રસ્ટી અને ભાગીદારોએ બાદમાં ભાડા ચુકવ્યાં નહતાં અને રૂ.૪,૮૮,૭૨૮ની છેતરપિંડી કરી હતી. આ અંગે વાહન માલિકોએ વારંવાર ઉઘરાણી કરતાં શાળાના ટ્રસ્ટી ડો.દિપક નંદલાલ રાજગુરૂ અને ભાગીદારોએ નાણા આપવાના ખોટા ખોટા વાયદા કર્યાં હતાં. આખરે આ અંગે વિજય પુનમભાઈ સોલંકીએ મહેળાવ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેથી પોલીસે વાઇબ્રન્ટ સ્કૂલના ટ્રસ્ટી ડો. દિપક નંદલાલ રાજગુરૂ અને મેનેજમેન્ટના ભાગીદારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ચાંગાની વાયબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડમી સ્કૂલ વિવાદમાં આવી છે. સંચાલકોએ સ્કૂલ વાહનના ભાડા નક્કી કર્યા બાદ તેઓએ ભાડાની ચૂકવણી કરી ન હોવાના આક્ષેપ કરાયા હતા. સંચાલકોએ ભાડાના રૂ.૪.૮૮ લાખ નહીં ચુકવી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાયબ્રન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ ૪ લાખ ભાડાના ચૂકવ્યા નથી

Recent Comments