વાવાઝોડામાં થોરડી નો ભામાશા. – ડો. પ્રકાશ બરવાળીયા
વાવાઝોડું તાવતે આવ્યુંને બધું વેર વિખેર કરી ગયું વાવા ઝૉડા ના ગયા ના સાથે ગામ માટે અમદાવાદથી 3000 કિલો લોટની વ્યસ્થા કરી અને થોરડી ગામ પહોંચાડ્યો. પછી ના દિવસે જ પોતાના ઘરે 25 KV નું જનરેટર લગાવી ને ગામના વોટ્સ એપ ગ્રુપ માં જાહેરાત કરી ગામ નો કોઈ પણ વ્યક્તિ અમારા ઘરે આવી ને પાણી ભરી શકે છે અને મોબાઇલ ચાર્જ કરી જાવ.
ગામ માં રેઢીયાર ગાયો માટે બનાવેલ ગૌશાળા પડી ગઈ હતી જે ને ઉભી કરવાની આશા બધા લોકો એ છોડી દીધી હતી પરંતુ પ્રકાશભાઈ એ તરત જ જુસ્સો આપી જણાવ્યું કે ગામની ગૌશાળા ને ફરી બેઠી કરવામાં આવશે અને પોતે ગૌશાળા માટે 2,22,000 ફાળા ની જાહેરાત કરી. ગૌશાળા માટે સુરત થી કારીગરો મંગાવી ને ઉભી કરવામાં આવશે. અત્યારે ગૌશાળા માટે પણ જનરેટર મંગાવી લીધું છે.
આ ઘટના બાદ લોકો ડો. પ્રકાશ બરવાળીયા ને થોરડીના બાહુબલી ની છાપ આપી છે. ગામના લોકો અત્યારે એમના ઘરે થી જોતું હોઈ એટલું પાણી ભરે છે. જોઈએ એટલો લોટ લઇ જાય છે.
બીજું ગામ ના લોકો ને વિનંતી કરેલ કે કોઈ પણ ઝાડ ને ફેઈલ જવા દેતા નહિ. તમને ઝાડ ઉભું કરવા માટે જો JCB ની જરૂર પડે તો જણાવજો એ હું મોકલી આપીશ.
વાવાઝોડા બાદ ગામ માં યુદ્ધ ના ધોરણે મદદ કરી રહ્યા છે ડો. પ્રકાશભાઈ બરવાળીયા
આ અગાઉ પણ પ્રકાશભાઈએ ગામ 8 ડેમ, ગૌશાળા, ચબુતરો, 20000 ઝાડ જેવું મોટા પ્રમાણમાં દાન કર્યું હતું.
ગામ: થોરડી, તાલુકો: સાવરકુંડલા
જિલ્લો અમરેલી , ગુજરાત
પંકજ બરવાળીયા
9712099299
Recent Comments