રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ત્વરીત નિર્ણય શકિત દ્રારા જાહેર કરવામા વાવાઝોડા રાહત પેકેજ અસરગ્રસ્ત વિસ્તારના જનજીવનને વહેલીતકે થાળે પાડનારૂ બની રહેશે તેવા આશાવાદ સાથે રાહત સહાય પેકેજને આવકારતા અને મુખ્યમંત્રી
રૂપાણી–રાજય સરકારને અભિનંદન પાઠવતા ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી, સહકારી મહિલા અગ્રણી કું. ભાવના ગોંડલીયા એ જણાવેલ છે.
દરિયા કાઠાએ વાવાઝોડામા ઘણું ગુમાવ્યુ છે, તેમને શકય એટલી સહાય અને સર્વે અંગેની કામગીરી પણ રાજય સરકારે યુધ્ધના ધોરણે શરૂ કરાવી પ્રજાજનોની લીધેલ સંભાળ સરકાર–સમાજની
કડીરૂપ કામગીરીને બિરદાવતા અખબારી યાદીના અંતમા ગોંડલીયા એ જણાવેલ.


















Recent Comments