વિડિયો ગેલેરી

વાહ કુદરત તારી લીલા અદ્ભૂત અને અકળ પણ છે..

ગતરોજ સાવરકુંડલા શહેરમાં બપોરે ત્રણ આસપાસ જોરદાર વરસાદી ઝાપટું પડતાં  વાતાવરણ સંપૂર્ણ વાદળોથી છવાયેલું મળ્યું. આ એક દ્રશ્ય . લગભગ સાંજના  સાડા છ આળેગાળે એ અરસામાં સૂર્યાસ્તની એ અદ્ભૂત પળોનું બીજું દ્રશ્ય. આમ એક તરફ વરસાદી ઝાપટાનીં લાઈવ તસવીર તો બીજી તરફ એ સૂર્યાસ્તની પળોનો અદ્ભૂત નઝારો. આમ કુદરત પણ પ્રકૃતિ દ્વારા વિવિધ રંગો માત્ર થોડી ક્ષણોમાં કેવા રંગ રૂપ ખીલવે છે.!! ખરેખર કુદરત જ  શ્રેષ્ઠતમ કલાકાર છે પોતાની પીંછી વડે સમગ્ર આભામંડળમાં નયનરમ્ય રંગો પૂરી આહ્લાદક વાતાવરણ પણ સર્જી શકે છે. સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીનાં કેમેરામાં કેદ થયેલી  નયનરમ્ય પળનાં  દ્રશ્યો..કુદરતની લીલા જ અદ્ભૂત છે. કુદરતની આ અકળ લીલાને પામવા સાત જન્મારાં પણ ઓછાં પડે..!!

Related Posts