વિકાસશીલ ગુજરાતમાં મહિલાઓની છેડતીના નોંધાયેલા કેસોમાં વધારો, અમદાવાદમાં સૌથી વધારે છેડતીની ઘટનાઓ બની
મહિલાઓની સુરક્ષાની વાતો વચ્ચે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અડધી રાતે મહિલા ઘરેથી એકલી ફરી શકેના દાવાઓ વચ્ચે આ આંકડાઓ પોલીસ તંત્રની પોલ ખોલી રહ્યાં છે. ગૃહ વિભાગે ૨૦૨૦-૨૧માં ૧,૦૭૫, ૨૦૨૧-૨૨માં ૧,૧૮૧ અને ૨૦૨૨-૨૩માં ૧,૨૩૯ કેસની પુષ્ટિ કરી છે, જે ત્રણ વર્ષમાં કુલ ૩,૫૧૫ ઘટનાઓ છે. વિકાસશીલ ગુજરાતમાં મહિલાઓની છેડતીના નોંધાયેલા કેસોમાં વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે ૨૦૨૦-૨૧માં ૧,૦૯૫ કેસથી ૨૦૨૧-૨૨માં ૧,૧૮૧ કેસ થયા છે, ત્યારબાદ ૨૦૨૨-૨૩માં ૪.૯% વધીને ૧,૨૩૯ કેસ થયા છે. આમ મહિલાઓની છેડતીના કેસોમાં વધારો થયો છે. સરકાર ભલે કહે કે ગુજરાતમાં મહિલાઓ સેફ છે પણ આ આંકડાઓ કંઈક અલગ બાબતો રજૂ કરી રહ્યાં છે. પોલીસ હાલમાં મેચના બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે આ આંકડાઓએ મહિલાની સુરક્ષા સામે સીધો સવાલ કરી રહ્યાં છે. ગુજરાતનું અમદાવાદ એ આર્થિક રાજધાની ગણાય છે વસતીની દ્રષ્ટીએ પણ મોટુ કદ ધરાવતા અમદાવાદમાં સૌથી વધારે છેડતીની ઘટનાઓ ઘટી છે. એક મુખ્ય શહેર, ૨૦૨૦-૨૧માં ૨૦૫, ૨૦૨૧-૨૨માં ૨૨૩ અને ૨૦૨૨-૨૩માં ૨૨૦ કેસ સાથે સૌથી વધુ બનાવો નોંધાયા હતા. તેનાથી વિપરિત, આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં ન્યૂનતમ કેસ નોંધાયા છે- ૨૦૨૦-૨૧માં ૩, ૨૦૨૧-૨૨માં ૦ અને ૨૦૨૨-૨૩માં ૫ કેસ નોંધાયા હતા. આ જ સમયગાળામાં તાપી જિલ્લામાં ૨, ૫ અને ૨ કેસ નોંધાયા છે. આમ આદિવાસી વિસ્તારમાં આજે પણ મહિલાઓનું સન્માન થાય છે.
મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના ગુજરાત સરકારના દાવાઓ છતાં આંકડા તદ્દન વાસ્તવિકતા દર્શાવે છે. ૨૦૨૨-૨૩માં સુરતમાં છેડતીના કેસોમાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો હતો, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ શહેરમાંથી આવે છે. સુરતમાં સંબંધિત નાણાકીય વર્ષમાં ૭૭, ૮૫ અને ૧૨૧ કેસ નોંધાયા છે. “આ એવા અહેવાલ છે કે જે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. એવા ઘણા કિસ્સાઓ છે કે જે કલંક સાથે જાેડાયેલા હોવાને કારણે નોંધાયા નથી. રાજ્યની વિધાનસભામાં, એવો ખુલાસો થયો હતો કે રાજ્યની રાજધાની અમદાવાદમાં ૧,૧૪૬ ગુનેગારો છેડતી માટે પકડાયા છે, પાંચ હજુ પણ ફરાર છે. સુરતમાં, ૩૬૮ પકડાયા હતા. જ્યારે વડોદરામાં ૨૧૭ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં છ ભાગેડુ હતા. ગત વર્ષની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ અને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ વચ્ચે બળાત્કારના ૩૮૧ અને છેડતીના ૨૨૨ કેસ નોંધાયા છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ના સમયગાળા દરમિયાન બળાત્કારના કેસોની સંખ્યા સમાન હતી, ૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ અને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ વચ્ચે શહેરમાં બળાત્કારના ૩૮૧ કેસમાંથી, ૮૫ કેસ ‘લગ્નનું વચન આપીને’ બળાત્કારના, ૧૨૧ કેસ ‘લગ્નની લાલચનો ઉપયોગ કરીને’ બળાત્કારના હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ૫૩ કેસમાં યુવતી પર પ્રેમમાં ફસાઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
સરકાર એવો બચાવ કરી રહી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક શરૂ કર્યા હોવાથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ફાસ્ટ ટ્રેક કોર્ટો છે પોલીસ એવા દાવાઓ કરી રહી છે કે મોટાભાગના કેસોમાં કાર્યવાહી થઈ છે ને ધરપકડ કરાઈ છે પણ કેસો વધી રહ્યાં છે એ વાસ્તવિકતા છે. આપણે એમ માનીએ છીએ કે બાળકો સૌથી વધારે ગુજરાતમાં સેફ છે પણ બાળકો સામેના કુલ ગુનાઓની ટકાવારી જે ૨૦૧૬માં ૩૭.૦૯% હતી, જે ૨૦૨૧માં વધીને ૫૩.૩૯% થઈ હોવાનું કેન્દ્રીય આંકડાશાસ્ત્ર અને રાજ્યોના પ્રોજેક્ટ અમલીકરણ મંત્રાલયના આંકડામાં સ્પષ્ટ થયું હતું. બાળકો અને છોકરીઓ સામેના જાતીય ગુના અંગે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ગુજરાતમાં આ પ્રકારના ગુનામાં જબરદસ્ત વધારો થયો છે. સરકાર એમ કહીને બચાવ ના કરી શકે કે પોલીસની સારી કામગીરીને પગલે કેસો નોંધાઈ રહ્યાં છે. આંકડાઓની વાત કરીએ તો ૨૦૧૬ના વર્ષમાં બાળકો સામેના કુલ જાતીય ગુના પૈકી ૩૨.૩૩ ટકા ગુના છોકરીઓ વિરૂદ્ધ નોંધાયા હતા. ૨૦૨૧માં તે આંકડો વધીને ૩૯.૨૨ ટકા થયો હતો. જાેકે, બાળકો- છોકરીઓ સામેના ગુના અંગે ઓલ ઈન્ડિયાની સંખ્યાની તુલનાએ ગુજરાતમાં આ પ્રકારના ગુનાની સંખ્યા ૧૪.૧૭% વધુના દરે નોંધાઈ હોવાનું સ્ર્જીઁૈં રિપોર્ટમાં ઉલ્લેખ છે. આમ, ઓલ ઈન્ડિયાની તુલનાએ ગુજરાતમાં બાળકો- છોકરીઓ સામેના ગુનામાં ૧૪.૧૭ ટકા દરે વધારો નોંધાયો છે એ વાસ્તવિકતા છે. ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આ આંકડાઓ ગૃહ વિભાગની કામગીરી સામે સીધા સવાલો ઉભા કરે છે.
Recent Comments