વિટામીન Dની ઉણપને આ રીતે કરી દો પૂરી, નહિં તો પાછળથી પસ્તાશો
ભાગદોડભરી જીંદગીમાં અનેક લોકો ખૂબ જ ઝડપથી બીમારીઓની ઝપેટમાં આવી રહ્યા છે. આજના આ સમયમાં નાના બાળકો ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓથી પીડાઇ રહ્યા છે. નાના બાળકોને પણ આજના સમયમાં ઇન્સ્યુલીન લેવા પડતા હોય છે. જો કે આ બધું ક્યાંકને ક્યાંક તમારા બોડીને અસર કરે છે.
આ લાઇફસ્ટાઇલને કારણે અનેક લોકો પોતાના પર સરખુ ધ્યાન આપી શકતા નથી જેના કારણે શરીરમાં અનેક બીમારીઓ એન્ટ્રી કરી જાય છે. આમ જો તમારામાં વિટામીન ડીની ઉણપ હોય તો તમે ડિપ્રેશન જેવી બીમારીનો જલદી ભોગ બની શકો છો. તો આજે અમે તમને જણાવીશું કે વિટામીન ડીની ઉણપ હોય તો તમારે કેવો આહાર લેવો જોઇએ.
દહીંનું સેવન
દહીંમાં વિટામીન ડી હોય છે. વિટામીન ડીની ઉણપને પૂરી કરવા માટે તમારે દહીંને તમારા ડાયટમાં એડ કરવું જોઇએ. જો તમે દરરોજ બપોરે જમતી વખતે દહીં ખાઓ છો તો તમારી આ ઉણપ પૂરી થાય છે.
ગાયનું દૂધ
ગાયનું દૂધ પીવાથી આખા દિવસની સ્ટેમિના તમારા શરીરમાં રહે છે. વિટામીન ડીની ઉણપ પૂરી કરવા માટે તમારે રોજ સવારે ગાયનું દૂધ પીવું જોઇએ. ગાયના દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ સારુ હોવાથી તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે.
દલિયા
દરેક લોકોએ અઠવાડિયામાં બે વાર દલિયા ખાવા જોઇએ. દલિયા ખાવાથી શરીરમાં વિટામીન ડીની ઉણપ પૂરી થાય છે. દલિયા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમારા સ્વાસ્થ્યને એક નહિં પણ અનેક રીતે ફાયદાકારક છે.
દરરોજ એકથી બે સંતરા ખાઓ
સંતરામાં વિટામીન સી અને વિટામીન ડી સારા એવા પ્રમાણમાં હોય છે. વિટામીન ડીની ઉણપને પૂરી કરવા માટે તમે દરરોજ સવારે અને સાંજે એક-એક સંતરું ખાઓ. સંતરા ખાવાથી તમારી ઇમ્યુનિટી પણ સારી થાય છે અને સાથે વિટામીન ડી પણ મળી રહે છે.
Recent Comments