fbpx
ગુજરાત

વિદ્યાનગરમાં ટયુશન ટીચરે વિદ્યાર્થિનીને બોલાવી શારીરિક અડપલા કરતા ફરિયાદ

મૂળ અમદાવાદના અને હાલમાં આણંદની એક કોલેજના ક્વાર્ટસમાં રહેતા અધ્યાપકની ૧૫ વર્ષીય પુત્રી દેવર્શી ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરે છે. તેણી વિદ્યાનગર નાના બજાર ખાતે આવેલા વ્રજ બંગલો સામેના પ્રભુકાન્ત બંગલોઝ ખાતે રહેતા કાન્તી એસ. પટેલ ઉર્ફે કે. એસ. પટેલના ઘરે બાયોલોજીના ટયૂશન માટે જાય છે.

કામિની ઘરેથી ટ્યૂશનમાં જવાનું કહીને નીકળ્યા બાદ બપોરે બાર વાગ્યે પરત આવી હતી. દરમિયાન તેના ગળાના ભાગે અને બોચીના ભાગે ચાંઠાનાં નિશાન મળી આવ્યાં હતાં, જેને પગલે તેના પિતાએ આ બાબતે પૂછપરછ કરતાં તેણે ટ્યૂશનના શિક્ષક કાન્તિ પટેલે તેને બચકું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે પિતાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક કાન્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાએ અગાઉ ગાલ પરના બચકાં છુપાવવા ઓઢણીનો સહારો લીધો હતો. જાેકે આમ છતાં તેના ગાલ પર બચકાં ભરેલાં હોવાનું જાેતાં જ પિતાએ આ બાબતે પૂછપરછ કરી હતી, જેને પગલે તેણે બહેનપણીએ મસ્તી કરતાં ગાલ ખેંચ્યા હોવાનું કહ્યું હતું. જાેકે બાદમાં કામિનીએ તેના કાકાની દીકરીને સમગ્ર હકીકત જણાવી હતી.

એ પછી તેના પિતરાઈ બહેને કામિનીના ભાઈને સમગ્ર હકીકત જણાવતાં જ કામિનાના ભાઈએ પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કરતાં ભાંડો ફૂટ્યો હતો. પુત્રીએ પિતા સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે તેને મકાનના ઉપરના માળે એકલી બેસાડી હતી. જ્યાં તેણે તેની સાથે સેક્સસંબંધી વાતો કરી હતી.

Follow Me:

Related Posts