વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપ કોંગ્રેસને ભરી પીવા આમ આદમી પાર્ટી વધુ સક્રિય થઈ હોય તેમ સાવરકુંડલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી નાં પંજાબ નાં સાંસદ ડૉ. અમનદીપ કૌર અરોડા ની આગેવાની હેઠળ ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો હતો નાવલી પોલીસ ચોકી ખાતે આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી રેલી સ્વરૂપે પદયાત્રા સાવરકુંડલાની મુખ્ય બજારોમાં દુકાને દુકાને વેપારીઓને રૂબરૂ મળી આમ આદમી પાર્ટી ને મત આપી વિજયી બનાવવાની અપીલ કરેલ હતી. પદયાત્રા પૂર્ણ થયા બાદ મણીભાઈ ચોક ખાતે જાહેર સભા યોજવામાં આવેલ હતી ને એક તક કેજરીવાલ ને આપીને શિક્ષણ, આરોગ્ય સહિતની સુવિધાઓ જનતા સુધી પહોંચે તે માટે અપીલ કરવામાં આવેલ હતી.
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપ કોંગ્રેસને ભરી પીવા આમ આદમી પાર્ટી વધુ સક્રિય થઈ


















Recent Comments