અમરેલી

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨, અમરેલી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી થતાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૭૧૮ પોસ્ટર, બેનર, રાજકીય લખાણો-જાહેરાતો દૂર કરવામાં આવી 

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચરસંહિતા લાગુ પડતા જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણાની સૂચના મુજબ  જિલ્લા આદર્શ આચરસંહિતા અમલવારી સમિતિના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી દ્વારા સરકારી-જાહેર અને ખાનગી ઈમારતો પર લખાયેલા રાજકીય લખાણો, પોસ્ટર અને બેનર, જાહેરોત દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. પ્રાંત  અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી આ કામગીરી મુજબ આદર્શ આચરસંહિતા લાગુ થયાના ૨૪ કલાકમાં આદર્શ આચારસંહિતા અમલવારી સમિતિ દ્વારા જિલ્લામાં જાહેર મિલકતોમાંથી ૨,૬૦૭ અને સરકારી મિલકતોમાંથી કુલ ૧,૦૧૧ મળીને ૩,૭૧૮ પોસ્ટર, બેનર, રાજકીય લખાણો-જાહેરાતો દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કાર્યવાહી અંતર્ગત જાહેર મિલકતોના લખાણો અન્વયે ૪૭૯ અને ખાનગી મિલકતોના ૮૧૨ મળીને કુલ ૧,૨૯૨ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા છે.

                                     

Related Posts