વિપુલભાઈ પરમારનો લાઠી ખાતે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
લાઠી ખાતે લાઠી શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિપુલભાઈ નંદલાલભાઈ પરમાર ને બક્ષીપંચ મોરચા ના પ્રમુખ બનવા બદલ શુભેચ્છા આપવા કાર્યક્રમનુંનાની બજાર, લુવરિયા દરવાજા પાસે, લુહાર સમાજની વાડી, લાઠી ખાતે તારીખ:– ર૯/૦૯/ર૦રર ના રોજ સાંજના ૪ કલાકે યોજાયેલ હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે રૈયાણી, જિલ્લા પંચાયત નેતા વિપક્ષ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અમરેલી જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી રમેશભાઈ ગોહિલ, અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી રવજીભાઈ મકવાણા, બાબરાના લઘુમતી આગેવાનશ્રી મુસાભાઈ પરમાર સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયેલ હતો.
આ તકે લાઠી શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઈ નું જિલ્લા પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. તથા બક્ષીપંચ મોરચો કોંગ્રેસ પક્ષ નું એક ખૂબ જ મહત્વનું અંગ હોય અને બક્ષીપંચ મોરચા માં ૧૪૬ થી વધારે જ્ઞાતિઓ નો સમાવેશ થયેલ હોય બક્ષીપંચ મોરચા નું સંગઠન હજુ
વિસ્તૃત કરી વધુમાં વધુ લોકોને બક્ષીપંચ મોરચા માં જોડાય અને કોંગ્રેસ પક્ષનું સંગઠન આવનારી ર૦રર ની વિધાનસભા ચૂંટણી સુધીમાં ખુબ જ મજબૂત બનશે એવી આશા વ્યક્ કરેલ હતી. જિલ્લા પંચાયત નેતા વિપક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા બક્ષીપંચ મોરચાના આવતી વિવિધ જ્ઞાતિઓ ની સમજ આપી
નવનિયુક્ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઈ ને વધુમાં વધુ જ્ઞાતિઓ ના લોકો બક્ષીપંચ મોરચાના સભ્ય તરીકે જોડાય અને કોંગ્રેસ પક્ષને મજબુત બનાવવા માટે કામ કરતા રહેવા શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમના આયોજન માં લાઠી શહેર કોંગ્રેસ સમિતિના ભુપેન્દ્રભાઈ સી. સેજુ લાઠી નગરપાલિકા વિપક્ષ નેતા, કાનભાઈ ગંગાડીયા નગરપાલિકા સદસ્ય, લક્ષ્મણભાઈ બઢીયા નગરપાલિકા સદસ્ય, દિનેશભાઈ સેજુ અનુ.જાતિ લાઠી શહેર પ્રમુખ, ઈમ્તિયાઝભાઈ સખીરાણા લાઠી શહેર ઉપપ્રમુખ, રમેશભાઈ ગોહિલ લાઠી શહેર મંત્રી, અશોકભાઈ ગોહિલ લાઠી શહેર અનુ.જાતિ. મહામંત્રી, નીતિનભાઈ કોટડીયા લાઠી શહેર ઉપપ્રમુખ, મહેન્દ્રભાઈ ડેર લાઠી શહેર ઉપપ્રમુખ, અહેમદ શેખ અમરેલી જિલ્લા આ૬ન્ત્સ. ટી.સેલ. પ્રમુખ સહિત ના અગ્રણીઓ તથા લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોયાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments