વિરોધ પ્રદર્શન મામલે પોલીસ દ્વારા અટકાયત થતા ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ આપ્યું માેટું નિવેદન
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર, રાજ વસાવા, પ્રભુ વસાવા સહીતના અેક્ટિવિસ્ટની પણ અટકાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સી.જે. ચાવડા સહીતના ગાંધીનગરના ધારાસભ્યાેની અટકાયત કરવામાં આવી હતી.
તાપી લિંક પ્રાેજેક્ટ મામલે કોંગ્રેસના ધારાસભ્યાેઅે વિધાસભામાંથી વૉકઆઉટ કર્યું હતું અને સત્યાગ્રહ છાવણીમાં યોજાએલી રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન પોલીસે વાનમાં બેસાડતા રઘુશર્માની અટકાયત પણ કરી હતી તેમણે કહ્યું કે, આ લોકતંત્રમાં વિશ્વાસ નથી. શાંતિ પૂર્ણ વિરોધ કરતા પણ વિરોધ કરવા દેવામાં નથી આવી રહ્યાે. આ એક તાનાશાહી અને અત્યાચાર છે તેવું તેમણે જણાવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરના ભાષણ બાદ તાપી રીવર લિંક પ્રાેજેક્ટ મામલે કોંગ્રેસના આ દિગ્ગજ ધારાસભ્યાે વિધાનસભા તરફ કૂચ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે સત્યાગ્રહ છાવણી પાસેના રોડ પર તેમની અટકાય ગાંધીનગર પોલીસે કરી હતી. તાપી રીવરલિંકનો મુદ્દો આજે ગાજ્યાે છે.
આદિવાસી આગેવાનોએ કહ્યું હું કે, 28 વર્ષ અમે આ સરકારને આપ્યા છે. આદિવાસી સમાજ એ જળ, જંગલ, પાણી બચાવવાનું કામ કરે છે પ્રકૃતિ બચાવવાનું કામ કરે છે અમે આજે વિરોધ એટલા માટે કરી રહ્યા છે
Recent Comments