fbpx
બોલિવૂડ

વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મને વિશ્વસ્તરે ૨ સિદ્ધિઓ પ્રાપ્ત થતા ફેન્સ સમક્ષ ખુશી વ્યક્ત કરી

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સતત એકથી વધારે સિદ્ધિઓ મેળવી રહી છે. એક દિવસ પહેલા વિવેક અગ્નિહોત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જણાવ્યું હતું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને સ્વિટ્‌ઝર્લેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની સત્તાવાર પસંદગી શ્રેણીમાં પસંદ કરવામાં આવી છે. જેમાં કેટલીક તસવીરો શેર કરતી વખતે તેણે ફેન્સ સાથે વધુ એક સારા સમાચાર શેર કર્યા છે. તેણે કહ્યું કે તેને ૈંસ્ડ્ઢહ્વ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. તેને આ એવોર્ડ તેની ફિલ્મના કારણે મળ્યો છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા શેર કરાયેલી એક તસવીરમાં તે હાથમાં ૈંસ્ડ્ઢમ્ના લોગો વાળી ટ્રોફી સાથે ઉભો છે. તેને આ ટ્રોફી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને કારણે મળી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૨ની સૌથી લોકપ્રિય ફિલ્મ બની ગઈ છે. વિવેકે ટ્રોફીની વધુ ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાંથી એકમાં પ્રમાણપત્ર પણ દેખાઈ રહ્યું છે.

વિવેક અગ્નિહોત્રીએ આ એવોર્ડ અને પ્રશંસા માટે ૈંસ્ડ્ઢહ્વ (ૈંદ્બઙ્ઘહ્વ મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ૨૦૨૨) ને ટેગ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, “ૈંસ્ડ્ઢહ્વ તરફથી આ અમૂલ્ય એવોર્ડ મેળવીને આનંદ થયો. વર્ષ ૨૦૨૨ની સૌથી લોકપ્રિય ફિલ્મને જજ કરવા બદલ આભાર. તેમણે કહ્યું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ખરેખર લોકોની ફિલ્મ છે.” ફિલ્મના મુખ્ય અભિનેતા દર્શન કુમારે વિવેકની આ પોસ્ટ પર તાળીઓના તેમજ હાર્ટની ઇમોજીસ સાથે ટિપ્પણી કરી હતી. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને સ્વિટ્‌ઝર્લેન્ડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ‘ઓફિશિયલ સિલેક્શન’ કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, “એ જણાવતા આનંદ થાય છે કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રતિષ્ઠિત સ્વિટ્‌ઝર્લેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ‘ઓફિશિયલ સિલેક્શન’ શ્રેણી માટે પસંદ કરવામાં આવી છે.” ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક એવી ફિલ્મ છે જે ૧૯૯૦ની હિજરત દરમિયાન કાશ્મીરી પંડિત સમુદાયનો દર્દ, વેદના અને સંઘર્ષને વર્ણવે છે. આ ફિલ્મે વિશ્વભરમાં ૩૪૦.૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Follow Me:

Related Posts