ભાવનગર

વિશ્વ દિલ દિવસની પૂર્વસંધ્યાએ જીવનની પૂર્વસંધ્યાએ મળેલાં દિલોની દાસ્તાન રક્ષા શુક્લ લિખિત  ‘પ્રેમનો પડછાયો’નો વિમોચન સમારોહ

તા. ૨૮-૯-૨૦૨૪, શનિવાર સાંજે ૬.૦૦ વાગ્યે સાંસ્કૃતિક સેન્ટર કોલેબ, સિંધુભવન માર્ગ ખાતે સુપ્રસિદ્ધ કવયિત્રી  રક્ષા શુક્લ લિખિત વિશ્વ દિલ દિવસની પૂર્વસંધ્યાએ જીવનની પૂર્વસંધ્યાએ મળેલાં દિલોની દિલધડક દાસ્તાન  ‘પ્રેમનો પડછાયો’ પુસ્તકનો વિમોચન સમારોહ યોજાશે. ભાવકોને જાહેર નિમંત્રણ છે. સૌરાષ્ટ્ર સાહિત્યસભાના અધ્યક્ષ તરુણ દત્તાણીના વરદ હસ્તે પુસ્તકનું વિમોચન થશે અને અતિથિવિશેષ તરીકે  જાણીતા લેખક હર્ષ મેસવાણિયા અને રાજ ભાસ્કર ઉપસ્થિત રહેશે.

આ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ ‘વ્હાલા, થોડું સમજો તો સારું’ નિર્માણ પામી છે.  પાન નલીન દિગ્દર્શિત ઓસ્કાર નોમિની ફિલ્મ ‘છેલ્લો શો’ના કલાકાર ભાવેશ શ્રીમાળી, રાજેશ ભટ્ટ,  જિગર બુંદેલા,  કૃણાલ ભટ્ટ ઇત્યાદિ રજૂઆત કરશે. જાણીતા ગાયિકા માયા દીપક, ડૉ. કૃતિ મેઘનાથી, પ્રથમ ત્રિવેદી વગેરે ગીતો રજૂ કરશે. નવભારત સાહિત્ય મંદિરના રોનક શાહ સંકલન અને સુખ્યાત સર્જક હરદ્વાર ગોસ્વામી સંચાલન  કરશે. સર્જક સાથે સંવાદ પણ યોજાશે. ફિલ્મના જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે.  પ્રવેશ નિ:શુલ્ક રહેશે. સંપર્ક : 9825032340

Related Posts