વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ડો. કલામ ઈનોવેટિવ વર્ક અમરેલી સંસ્થા દ્વારા બેહરા મુંગા સ્કૂલ ખાતે પૃથ્વી ના ફેફસાં ની જેમ કાર્ય કરતા એવા ૫૫૦૦૦ વૃક્ષો ની નર્સરી અમરેલી ડી.ડી. ઓ. શ્રી તેજસ પરમાર સર ના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવી છે.આ નર્સરી માં ઔષધીય પ્રકારના ૫૫૦૦૦ કરતા વધારે વૃક્ષો નો ઉછેર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ ની સવારે ડી.ડી.ઑ. શ્રી તેજસ પરમાર સર દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.અને આ સાથે તેમણે ૨૪ કલાક ઓકિસજન આપતા એવા પીપળા ના વૃક્ષ નું વાવેતર કરી અને લોકો ને વૃક્ષો ના ઉછેર માટે આગળ આવવા નો સંદેશ આપ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડાં માં વૃક્ષો ને ખૂબ મોટું નુકશાન પહોચ્યું છે તો હવે આપણે આગળ આવી અને સમૂહ પ્રયત્નો થી અમરેલી જીલ્લા ને હરિયાળો બનાવવા વૃક્ષો ઉછેરવા કટિબદ્ધ થવું પડશે.આ સાથે તેમણે જન્મદિવસ કે શુભ પ્રસંગો પર વૃક્ષો ઉછેરી અને ઉજવણી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.આ તકે તેમણે ડો. કલામ ઈનોવેટિવ વર્ક ના ફાઉન્ડર કેવલ ભાઈ મેહતા ને તેમની ટીમ અને બેહરામુંગા શાળા ના સંચાલક રઘુભાઇ ભટ્ટ ને આ નર્સરી ના સુંદર આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે સાહેબ ને રઘુભાઇ ભટ્ટ દ્વારા સંસ્થા નાં કાર્ય અને પ્રવૃત્તિ થી પરિચિત કરાવવા માં આવ્યા હતા.અને બેહરા મુંગા સ્કૂલ ખાતે નજીક ના સમય માં રોટરી ક્લબ ઓફ અમરેલી દ્વારા મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવનાર હોય તો તેમનું ખાતમુહર્ત પણ ડી.ડી. ઓ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે રઘુભાઇ ભટ્ટ દ્વારા ડી.ડી. ઓ. શ્રી તેજસ પરમાર સાહેબ ની સાથે નિહારભાઈ અને ઉપસ્થિત સૌ કોઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે બેહરામુંગા સ્કૂલ ખાતે વૃક્ષા રોપણ કરતા ડી.ડી.ઓ


















Recent Comments