બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, સ્લમ વિસ્તાર ના સગર્ભા બહેનોને ૨૫ ઓગસ્ટ ના રોજ બગસરા ના વતની અને સંસ્થા ના શુભેચ્છક શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા પરીવાર મુંબઈ ના સહયોગથી ૩૦.વિચરતી વિમુક્ત જાતિના અતિ ગરીબ પરિવારની સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરવામાં આવેલ. તેમજ આરોગ્ય વિષયક સમજ પણ આપવામાં આવી. દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી સગર્ભા બહેનોને સુખડી વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે. આ ગરીબ માતા ની કુખે તંદુરસ્ત અને સંસ્કારી બાળક જન્મે, તેવા શુભ હેતુથી ચાલતી અમારી પ્રવૃત્તિને , કિશોર ભાઈ દડીયા પરીવાર ના સહયોગ બદલ સંસ્થા ના નિયામક શ્રી મહેન્દ્રભાઈ પાથરે આભાર વ્યક્ત કરેલ તેમ અરવિંદભાઈ રાઠોડ ની યાદી માં જણાવેલ છે.
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિચરતી વિમુક્ત જાતિના અતિ ગરીબ ૩૦ સગર્ભા ધાત્રી બહેનો ને સુખડી વિતરણ

Recent Comments