fbpx
ગુજરાત

વિસનગરના દેણપના અંબાજી મંદિરમાં સોલાર લાઇટો નખાતાં વર્ષે લાખોનું બિલ બચશે

વિસનગર તાલુકાના દેણપ ગામમાં આવેલ ૪૦૦ વર્ષ પ્રાચીન અંબાજી માતાના મંદિર પણ હવે સોલરમય બની જવા પામ્યું છે . ટ્રસ્ટ દ્વારા સરકારની પ્રાચીન મંદિરોને સોલરમય બનાવવામાં સરકારી અને લોકફાળો લઇ ૧૦ કિલોવોટની ૩૦ સોલર પેનલો ઉભી કરવામાં આવી છે અને વીજળી બિલમાંથી થયેલ બચતની રકમ મંદિરના વિકાસમાં ઉપયોગમાં લેવામાં આવશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.૪૦૦ વર્ષ પ્રાચીન અંબાજી માતાના મંદિરમાં વર્ષે હજારો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને નવરાત્રીનો મહિમા તો કંઇક અલગ જ હોય છે જેમાં મંદિરના પ્રાંગણમાં સતત પાંચ દિવસ સુધી ૭૦૦ કરતા વધુ ઉપવાસીઓ બેસી માતાજીની આરાધના કરે છે. મંદિરમાં ચાલુ વર્ષે ૩૦ લાખના ખર્ચે ૫૦૦ ગ્રામ સોનાનો ઉપયોગ કરી બનાવેલ સોનાનું સિંહાસન અને ગર્ભગૃહ શ્રધ્ધાળુએ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.ત્યારે મંદિરમાં વીજળી બિલની બચત મંદિરના વિકાસ કાર્યોમાં વાપરવામાં આવે તે માટે યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અંબાજી માતાના મંદિરને પણ સોલરમય બનાવવામાં આવ્યું છે જેમાં ૪ લાખના ખર્ચે ૭૦ ટકા સરકારી અને ૩૦ ટકા લોકફાળાની સ્કીમમાં ૧૦ કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવા ૩૦ સોલરપેનલો લગાવી શરૂ કરી દેવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts