ભાવનગર

વૃંદાવન ધામ ઉત્તર પ્રદેશ ખાતે પૂજ્ય સંતશ્રી સીતારામ બાપુ ના વ્યાસાસને દિવ્ય ભાગવત કથા યોજાઈ ગઈ.

ભાવનગર થી વડોદરા સ્પેશિયલ બસ દ્વારા અને વડોદરા થી મથુરા સુધી ટ્રેન મુસાફરી દ્વારા 259 યાત્રિકોએ સાત દિવસ માટે વિવિધ તીર્થના દર્શન અને પૂજ્ય બાપુના શ્રી મુખે ભાગવત કથાનો દિવ્ય લાભ લીધો હતો.વૃંદાવનમાં વેદ બિહારી ધામ ખાતે મંદિરના પટાંગણમાં ખૂબ જ સુંદર અને દિવ્ય કથા હોલમાં ભાગવત કથા યોજાઇ હતી.ભાગવત આયોજન સમિતિ દ્વારા તમામ યાત્રિકોને રહેવા-જમવાની ખૂબ જ સારી સગવડતા આપવામાં આવેલ અને બે દિવસ વૃંદાવનની આજુબાજુના તમામ કૃષ્ણ પ્રભુની બાળલીલાના તીર્થોના દર્શન કરાવવામાં આવ્યા હતા. કથા દરમિયાન પૂજ્ય રામેશ્વરાનંદમયી માતાજી અને પૂજ્ય વરુણાનંદ મયી માતાજી એ શ્લોક ગાન દ્વારા સંગીતમય કથા ને ખૂબ જ દિવ્ય ઓપ આપ્યો હતો.સમગ્ર કથાના સંચાલનનો ભાર શ્રી શરદ ભટ્ટે વહન કર્યો હતો.

Related Posts