fbpx
અમરેલી

વેકસીન બુથ ઉપર જઈ વેકસીન લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો અનુરોધ

 અમરેલી સહિત સમગ્ર ગુજરાત રાજયમાં ગત તા.૧ – માર્ચ –૨૦૨૧ થી કોવિડ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ વેક્સીનેશન કાર્યક્રમને વેગ આપવા અને લોકોમાં આ રસીકરણ પ્રત્યે જાગૃત્તિ આવે તે માટે વિશેષ પ્રયાસો પણ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી રહ્યા છે.

રસીકરણની કામગીરીને આગળ ધપાવવા અમરેલી જિલ્લામાં આગામી તા.૨૨ મે-૨૦૨૨ને રવિવારના રોજ હર ઘર દસ્તક અભિયાન અન્વયે  “મેગા વેકસીન ડ્રાઈવ” યોજાશે.

આ “મેગા વેકસીન ડ્રાઈવ”માં રસી બાકી હોય તેવા ૧૨ થી ૧૪ વર્ષની વય ધરાવતા જિલ્લાના ૨૫ હજાર બાળકોને પહેલો ડોઝ આપવામાં આવશે.બીજો ડોઝ બાકી છે તેવા  ૨૩ હજાર નાગરિકોને રસીનો લાભ વિનામૂલ્યે આપવામાં આવશે. ૧૫ થી ૧૭ વર્ષની વય ધરાવતા  હોય તેવા ૩૮ હજાર નાગરિકોને પહેલો ડોઝ,  બીજો ડોઝ બાકી છે તેવા ૯,૦૦૦ નાગરિકો ઉપરાંત ૬૦ વર્ષ કરતા વધુ વય હોય તેવા ૫૦ હજાર વરિષ્ઠ નાગરિકોને પ્રિકોશન ડોઝથી પણ રક્ષિત કરવામાં આવશે.

એ ઉપરાંત કોઈ પણ કારણથી આ રસીથી વંચિત હોય તેવાને આ રસી વિના મૂલ્યે આપવામાં આવશે. આ મેગા ડ્રાઈવમાં સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ, ધર્મગુરૂઓ, ગ્રામ્ય આગેવાનોને તેમનો સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે,  આ મેગા ડ્રાઈવ માટે જિલ્લામાં ૨૫૦ ઉપરાંતની સેશન સાઈટ બનાવવામાં આવી છે. આ મેગા ડ્રાઈવમાં વધુમાં વધુ લોકો વેકસીનેટેડ થાય તે માટે આપની નજીકનાં વેકસીન બુથ ઉપર જઈ વેકસીન લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ પટેલે અનુરોધ કર્યો છે.  વધુમાં આ અંગેની વિગતો અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ ટોલ ફી નંબર – ૮૨૩૮૦ ૦૨૨૪૦ કાર્યરત છે, તેના સંપર્ક કરી શકાશે.

Follow Me:

Related Posts