fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેપારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તાકીદ કરી: અંજાર પોલીસ

અંજાર શહેરમાં પણ સમગ્ર જિલ્લાની સાથે કોરોના કેસ અને વાઇરલ ફીવરના કેસમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે લોકો દ્વારા બજારોમાં ખરીદી માટે કરવામાં આવતી ભીડના પગલે પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે દુકાન બહાર માર્ગ પડેલા સામાન અને બોર્ડ વગેરેને દૂર કરી ટ્રાફિકને સુચારુ બનાવાયો હતો.અંજાર શહેરમાં આવેલા ૧૨ મીટર રોડ પરના મુખ્ય બજારોમાં શહેર પોલીસ દ્વારા દુકાનો બહાર ટ્રાફિકને અડચણરૂપ હંગામી દબાણો ખસેડવામાં આવ્યા હતા. અને વેપારીઓને ટ્રાફિક નિયમનું પાલન કરવા તાકીદ પણ કરવામાં આવી હતી. ખાસ કરીને કોરોના બીમારીના વધતા કેસના પગલે સામાજિક અંતર જળવાઇ રહે તે હેતુસર ઇન્ચાર્જ પીઆઇ સુખવીદરસિંઘ ગડુના દિશા નિર્દેશ મુજબ પોલીસ કર્મચારીઓએ માર્ગ પરનાં અતિક્રમણ ખસેડ્યાં હતા. તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના પણ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts