વેપારીને પોલીસે માર મારી બળજબરીથી ધમકી આપી ચેક લખાવ્યો
ચિરાગ એજન્સીના પ્રોપ્રાઈટર ચિરાગ મુકેશ શારદાએ તેમની વિરુદ્ધ એડિશનલ પોલીસ કમિશનર (સેકટર-૨) સીટ સ્કવોડની ઓફિસે અરજી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ આપી હતી, જે અંગેની નોટિસ તેમને ૧૬ ડિસેમ્બરે મળતા તેમણે ૨૦ ડિસેમ્બરે તપાસ કરનાર અમલદારને લેખિત જવાબ રજૂ કર્યો હતો. ત્યારબાદ તપાસ અધિકારીએ અરજી દફતરે કરી દીધી હતી. જાેકે ત્યાર બાદ સીટના પીઆઈ વનરાજ સિંહ સાથે મળી ચિરાગ અને મુકેશ શારદાએ જૂની અરજી ફરી ખોલાવી હતી, જેના પગલે પીઆઈએ નરેશકુમારને તેમની ઓફિસમાંથી મારતા મારતા સીટની ઓફિસે લઈ જઈ ૧ લાખના ચેક પર સહી કરાવી હતી.
તેમ જ પીઆઈએ તેમાંથી પોતાને પૈસા મોકલાવી દેવાનું કહ્યું હોવાનું અરજીમાં જણાવાયું છે. ત્યાર બાદ પૈસા ન આપે તો એનકાઉન્ટરમાં મારી નાખવાની ધમકી પણ સામેવાળાના કહેવાથી આપી હોવાનું જણાવ્યું છે. ઇજાગ્રસ્ત વેપારીની પોલીસે ફરિયાદ ન લેતા ઉચ્ચ કક્ષાએ અરજી કરી છે. ઇજાગ્રસ્ત વેપારીને રાજસ્થાન હોસ્પિટલમાં લઈ જતાં ઉપરથી દબાણ છે તેમ કહી તેમને અધુરી સારવાર કરીને રજા આપી દીધી હતી.
ત્યારબાદ વેપારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ અંગે પોલીસને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ ન લેવાતા અંતે ઉચ્ચ કક્ષાએ દાદ માગી છે.કાપડના વેપારી સામે અગાઉ સીટમાં થયેલી અરજીનો નિકાલ થઈ ગયો હોવા છતાં સામેપક્ષે પોલીસના મેળાપીપણામાં ફરીથી અરજી ખોલાવી વેપારીને ઓફિસમાંથી ઉઠાવી ઢોર માર મારી બળજબરીથી ચેક લખાવી જાનથી મારવાની ધમકી આપી હોવા અંગે વેપારીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્ય પોલીસ વડા અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે.
Recent Comments