વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યા
ભગવાન કેદારનાથના કપાટ આજે ૧૭મી મેના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે પૂરેપૂરી વિધિ વિધાનથી આગામી છ મહિના માટે ખોલી નાખવામાં આવ્યા છે. આજથી ભગવાન કેદારનાથની પૂજા-અર્ચના ધામમાં શરૂ થઈ જશે. પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષે મહાશિવરાત્રિના રોજ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં કેદારનાથ ધામના કપાટ ખોલવાનું શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે. હવે આવનારા છ મહિના સુધી અહીં ભગવાનની પૂજા સંપન્ન થશે. કેદારનાથ ભગવાનના કપાટ ખુલ્યા બાદ પહેલી પૂજા પ્રધાનમંત્રીના નામથી કરવામાં આવી.
કોરોના સંક્રમણના કારણે કપાટ ખોલવાના અવસરે કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગ જિલ્લા પ્રશાસન તરફથી જિલ્લાધિકારી તીર્થી પુરોહિત હક્ક-હક્કુધારી તીર્થી પુરોહિત ને પંડા સમાજના લોકો ઉપસ્થિત હતા. હાલ મંદિરમાં ભક્તોના દર્શન પર સરકારે રોક લગાવી છે. મુખ્ય પૂજારી જ ફક્ત નિત પૂજાઓ સંપન્ન કરાવશે. આ બાજુ પ્રથમ પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર મંદિરમાં કરવામાં આવી.
ચમેલીના બદરીનાથ મંદિરના દ્વાર મંગળવારે સવારે સવા ચાર વાગે ખુલશે. ત્યાં પણ કોરોના ગાઇડલાઇનનું ચુશ્તપણે પાલન કરવામાં આવશે. તેમ તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે.
Recent Comments