વ્યાયામમંદિર પાસે આવેલ નાવલી નદી પર પુલ પરની રેલીંગ નવી નંખાણી
વ્યાયામમંદિર પાસે આવેલ નાવલી નદી પર પુલ પરની રેલીંગ નવી નંખાણી. હવે રિદ્ધિ સિદ્ધિ ચોકથી જૂના બસસ્ટેન્ડ તરફ અને મેઈન બઝારથી જલારામ મંદિર તરફ જતાં પુલ પરની મજબૂત અને ટકાઉ રેલીંગ નંખાય તેવી લોકમાંગ ઉઠી છે. સાવરકુંડલા શહેરના વ્યાયામમંદિર પાસે આવેલ નાવલી નદી પર પુલની એક રેલીંગ તૂટેલી હતી. અખબારી અહેવાલોમાં આ સમસ્યા પ્રકાશિત થતાં જ રેલીંગ નવી નકોર ફીટ થઈ ગઈ. જો કે અખબારોમાં સમાચારો ચમકે અને સમસ્યાનું નિરાકરણ થાય એ પણ લોકતંત્રમાં અખબારી શક્તિની એક અનોખી તાકાત કહી શકાય. પરંતુ હજુ પણ સાવરકુંડલા શહેરની મધ્યમાં રિદ્ધિ સિદ્ધિ ચોક પાસે જૂના બસસ્ટેન્ડ તરફ જતા રસ્તા પરના પુલની અને મેઈન બઝારથી જલારામ મંદિર તરફ જતાં પુલ પર રેલીંગ તૂટી ગયા પછી હજુ નવી નથી નંખાણી તો આ વ્યાયામમંદિરના પુલની રેલીંગ માફક મજબૂત અને ટકાઉ રેલીંગ યુધ્ધના ધોરણે નવી નંખાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Recent Comments