સૌરાષ્ટ - કચ્છ

શહીદ જવાનોના પરિવારના લાભાર્થે યોજાયો રામામંડળ પ્રસંગ એકત્રિત ૧૨૫૦૦૦ ની રકમ શહીદ પરિવારો ફંડ માં અર્પણ કરાશે

રાજકોટ જીલ્લા ના સરધાર પાસે આવેલા નાના એવા બાડપર ગામ માં પારખીયા પરિવાર દ્વારા અમર વીર શહીદ જવાનોના પરિવારના લાભાર્થે યોજાયો રામામંડળ સમદેવપીર નો જીવન પ્રસંગ.. 

ભારત રાષ્ટ્ર ની રક્ષા કાજે સરહદ પર ખડેપગે દેશ ની સુરક્ષા કરતા જવાન પરિવાર ના ઉમદા વિચારો  સુરક્ષા જવાનો છે કે જેમની આર્થિક પરિસ્થિતિ નાજુક છે  તેમના સન્માન સાથે મદદ કરવાની નેમ લઈ સમાજ ને એક નવો ક્રાંતિકારી રાહ ચીંધવાનો પ્રયાસ કર્યો છે કરાયો છે X Army મેન અક્ષયભાઈ પારખીયા પરિવારના ઉત્તમ શ્રેષ્ઠ વિચારો કે જેઓ રાજકોટ થી માત્ર ૩૦ કી.મી.ના અંતરે આવેલ મૂળ બાડપર ગામના વતની અને હાલ શ્રી નગર  બોર્ડર પર દેશની રક્ષા કાજે સરહદ પર  અડગ મન સાથે  ખડેપગે ફરજ બજાવતા X Army અક્ષયભાઈ હરેશભાઈ પારખીયા જેમની  ઉંમર ૨૫ વર્ષ છે માતા શિલ્પાબેન અને પિતા હરેશભાઈ એ પોતાના વ્હલસોયા પુત્ર અક્ષયભાઈ ને બાલ્યાવસ્થા થી દેશની રક્ષા માટે સેના માં મોકલવાના સપનાઓ સેવ્યા હતા જે સાકાર પણ થયા છે આ જવાન ના માતા પિતા પણ દેશ ના જવાનો માટે કંઈક કરવા ની ઉમદા ભાવના એ દેશપ્રેમ ના રંગે રંગાયેલ પુત્ર લશ્કર માં કાશ્મીર માં ફરજ બજાવે છે વતન માં માતાપિતા એ રામામંડળ ના પ્રસંગ યોજી  આમંત્રિત મહેમાનો ને અપીલ કરી કે  શ્રદ્ધા અને હરખ થી પેસા ઉડાડો છો તે તમામ રકમ આપણા આંગણે આયોજિત રામા મંડળ માં એકઠા થતા નાણાં નો ઉપયોગ દેશના એવા જવાનો કે જે સાવ આર્થિક બાબતે નાજુક પરિસ્થિતિ વચ્ચે જીવન નિર્વાહ ચલાવે છે તેમને સન્માન કરીને અર્પણ કરવા માંગુ છું..

આ આનંદ પૂર્વક ની અપીલ થી સર્વ સહમત થયા અને એક સેવાના ભાવ અને સેવાના વિચારથી થતી આ સેવાકીય પ્રવૃત્તિના સમાચાર પારખીયા પરિવારના સ્નેહીજનો સગા સંબંધી ઓ બાડપર ગામ તેમજ તેમના મિત્રવર્ગ માં સોશિયલ મીડિયા નેટવર્કિંગ ક્ષેત્ર થી ચોમેર ફેલાઈ ગયા.પારખીયા પરિવાર દ્વારા આયોજિત રામ મંડળ ના પ્રસંગ માં શહીદ જવાનોના પરિવારોને લાભાર્થે રામામંડળ નુ આયોજન માં દેશ પ્રેમ ની લહેર પ્રસરી ગઈ દાન-અનુદાન ની રકમ  કુલ રૂ. 125000/- અંકે રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર પૂરા એકત્ર થયા છે. જે ટુંક સમય માં જ શહીદ જવાનોના પરીવારને માન સન્માન રાશિ તરીકે અર્પણ કરવામાં આવશે લશ્કર માં ફરજ બજાવતા પારખિયા પરિવાર ના પુત્ર અક્ષયભાઈ ના માતાપિતા ની આવી ઉમદા ભાવના થી સર્વત્ર સરાહના કરાય હતી

Related Posts