આવતીકાલે શહેરનાં અટલ બિહારી વાજપાઇ હોલ, મોતીબાગ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર, ભાવનગર દ્વારા આયોજીત રાજ્યકક્ષાનાં મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષશ્રી ડો.નિમાબેન આચાર્યની તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણા પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.
આ તકે સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
Recent Comments