શહેરની કોઈપણ હોસ્પિટલમાંથી કોલ આવે ત્યારે તુરંત દોડી જાય છે : ત્રણ વર્ષથીસેવાકાર્ય
યુવાનના સેવાકાર્યને સૌ કોઈ બિરદાવી રહૃાાં છેશહેરની કોઈપણ હોસ્પિટલમાંથી કોલ આવે ત્યારે તુરંત દોડી જાય છે : ત્રણ વર્ષથીસેવાકાર્યહાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, અનેક હોસ્પિટલમાં કોરોનાથી અથવા અન્ય બીમારીથી લોકો મૃત્યુને પણ ભેટી રહૃાાં છે. અમરેલી શહેરની કોઈપણ હોસિપટલમાં દર્દીનું મૃત્યુ થાય અને ડેડબોડી ઘર સુધી પહોંચાડવા સ્વજનો વાહનની સગવડતા કરી શકે તેમ ન હોય ત્યારે મુળ લાલાવદર અને હાલ અમરેલીમાં રહેતા યુવાન પાછલા ત્રણેક વર્ષથી પોતાની એમ્બ્યુલન્સમાં 100 કિ.મી. સુધીનાં અંતરમાં ડેડબોડી સ્વજનોનાં ઘર સુધી પહોંચાડી સેવાકાર્ય કરી રહૃાો છે.અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય ખાનગી હોસ્પિટલ કોઈ દર્દીનું મૃત્યુ થાય અને ડેડબોડી ઘર સુધી પહોંચાડવા માટે સ્વજનોને વાહન કે એમ્બ્યુલન્સની જરૂર પડતી હોય છે. ત્યારે અમરેલીમાં રહેતા ધર્મેશભાઈ મનુભાઈ વાળા નામનો યુવાન પોતાની એમ્બ્યુલન્સમાં 100 કિ.મી. સુધીનાં અંતરમાં વિનામૂલ્યે ડેડબોડી સ્વજનના ઘર સુધી પહોંચાડવાનું સેવાકાર્ય કરી રહૃાાં છે.
ધર્મેશભાઈએ વર્ષ ર019થી આ સેવાકાર્ય શરૂ કર્યુ છે. અહીની સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ, કોઈ ગરીબ અને મઘ્યમવર્ગના દર્દીનું મૃત્યુ થયું હોય અને ડેડબોડી ઘર સુધી પહોંચાડવાની હોય ત્યારે કોલ આવતા જ ધર્મેશભાઈ તુરંત દોડી આવે છે. તેમના આ સેવકાર્યનેસૌ કોઈ બિરદાવી રહૃાાં છે.
Recent Comments