રાજ્ય સરકાર સાથે જિલ્લાના અધિકારીઓ પણ સંવેદનશીલ છે તેનું ઉદાહરણ આજે જોવાં મળ્યું. જેમાં ભાવનગરના પ્રાંત અધિકારીશ્રી હિતેષ ઝણકાટે ભાવનગર શહેરમાં આવેલાં “ઓમ સેવા ધામ”ની મુલાકાત લીધી હતી.
આ સેવા ધામમાં રહેતા વૃદ્ધ તથા નિરાધાર વ્યક્તિઓ માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, તથા તેમના માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું તા. ૦૭-૦૯-૨૦૨૨ ના રોજ આયોજન કર્યું છે.
આમ, જે નિરાધાર છે તેમનો રાજ્ય સરકાર સાચાં અર્થમાં આધાર બની રહીને તેમને કોઇપણ જાતની તકલીફ ન પડે તે રીતે એક સ્વજનની જેમ તેમની પડખે ઉભી રહી છે. જિલ્લા તંત્રના અધિકારીઓ પણ આ કામગીરીને પોતાના સ્વજન હોય તે રીતે કરીને સમાજ સેવાનું એક આગવું ઉદાહરણ સમાજ સામે રજૂ કર્યું છે. સરકારી નોકરીમાં રહીને પણ સમાજ સેવા કરી શકાય છે તેનું આ આગવું ઉદાહરણ છે.
આ મુલાકાત વખતે ઓમ સેવા ધામના ઓમભાઇ કંડોલીયા, સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.


















Recent Comments