દર્દી બાબુભાઈ ડાયાભાઇ શેખાડા,ઉમરવર્ષ-૬૨, ગામ-વિરપુર, તાલુકો-ધારી કે જેઓ ફેફસાની બિમારી (Interstitial Lung Disease) થી છેલ્લા 3 વર્ષથી પીડાતા હતા. આ બિમારી માટે દર્દીએ ધણીબધી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ માં બતાવેલ અને સારવાર લીધેલ હતી. પરંતુ તકલીફ માં રાહત થતી ન હતી. ત્યારબાદ તેમણે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ડો.વિજય વાળા (મેડીસીન) ને બતાવતા તેમણે જરૂરી તપાસ અને રિપોર્ટ કરાવતા દર્દીને ફેફસામાં એસ્પરજીલસ નામની ફંગસ હોવાનો રિપોર્ટ પોઝેટીવ આવેલ હતો. અને ડોક્ટરની સલાહ મુજબ તા.૧૫/૦૮/૨૦૨૩ ના રોજ દર્દી હોસ્પિટલ ખાતે દાખલ થયેલ અને ડો.વિજય વાળા દ્રારા યોગ્ય સારવાર મળતા તા.૨૪/૦૮/૨૦૨૩ ના રોજ તેમને રજા આપવામાં આવેલ હતી. અનેક જગ્યાએ સારવાર લીધાબાદ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે દર્દીને યોગ્ય સારવાર મળી અને રાહતનો અનુભવતા તેઓએ તથા તેમના સગાએ ડો.વિજય વાળા તથા હોસ્પિટલ ના ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા તથા ડો.એકતાબેન ગજેરા અને મેનેજમેન્ટ ટીમ તથા સ્ટાફનો સહદયસ્થ આભાર વ્યક્ત કર્યો હતો..
શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી દ્ર્રારા ફેફસા ના દર્દીનો આબદ બચાવ કરતા ડો.વિજય વાળા

Recent Comments