અમરેલી

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી યે વિશ્વનર્સિંગ ડે ની ભાવ્ય ઉજવણી કરી.

વિશ્વ નર્સિંગ ડે નીમીતે શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી દ્વારા ઓડીટોરીયમ હોલ ખાતે ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટના પ્રમુખ માનનીય વડીલશ્રી વસંતભાઈ ગજેરા દ્વારા કાર્યક્રમની સફળતા શુભેચ્છા સહ, આનંદ સભર ઉજવણી માટે શુભકામના, સહકાર અને અભિનંદન પાઠવવામાં આવેલ. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, ફેશન – શો, પરંપરાગત ગરબા અને જુદા જુદા નર્સીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમને અનુરૂપ જુદીજુદી કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી.ફ્લોરેન્સ નાઈટીંગલ યાદ કરી તેમના જેવા ઉમદા કર્યો નર્સીસ દ્વારા થાય અને દર્દીઓને નર્સિંગ કેર થકી આરોગ્યમાં સુધારો થાય અને વધુમાં વધુ લોકોને કેમ ઉપયોગી થવાય તે માટે દર્દી નારાયણની સેવા કરવા ઉપર વધુ ભાર
મુકવામાં આવેલ હતો. આ પ્રસંગે નર્સીસ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કરી અને જરૂરિયાત મંદને લાભ આપવા વિશિષ્ટ સેવાકીય કામગીરી કરેલ આ ઉજવણીમાં સુપ્રિટેન્ડેન્ટશ્રી ડો. આર.એમ. જીતીયા, શ્રી ભરતભાઈ ધડુક, શ્રી દિનેશભાઈ કાપડિયા, શ્રી અતુલભાઈ પડસાલા, શ્રી દેવેન્દ્રભાઈ જૈન DNS, ડો. શોભનાબેન મહેતા
તેમજ નર્સીસ સ્ટાફ અને ડોક્ટર્સ સ્ટાફે ઉજવણી માં બહોળી સંખ્યા માં હાજરી આપેલ હતી અને શાલઓઢાડી સન્માન કરેલ હતું. શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી સંસ્થા દ્વારા સારી કામગીરી કરનાર નર્સીસ ને પ્રશસ્તિ પત્ર આપવામાં આવેલ હતું.

Related Posts