શાખપુર કુમાર શાળા ખાતે ધોરણ ૮ નો વિદાય સમારંભ યોજાયો
દામનગર શાખપુર કુમાર શાળા તાલુકો લાઠી, જીલ્લો -અમરેલી ખાતે ધોરણ ૮ નો વિદાય સમારંભ તેમજ શુભેચ્છા સમારંભ યોજાયો. જેમાં શાળાના માજી આચાર્યશ્રી વસંતબેન સીતાપરા ,શાખપુર આયુર્વેદિક સરકારી દવાખાનાના ડોક્ટર શ્રી ગોપીબેન, પોસ્ટ ઓફિસ ના કર્મચારી શ્રી માનસીબેન, શાખપુર કુમાર શાળાના આચાર્ય શ્રી નીતાબેન મેશિયા,શાખપુર કન્યા શાળાના આચાર્યશ્રી ઇલાબેન મેર,તેમજ શાળાના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા અને ધોરણ 8 ના બાળકો પોતાના જીવનમાં ખૂબ જ સફળતાઓ પ્રાપ્ત કરે અને ભણી ગણીને ખૂબ જ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ શુભેચ્છા સમારંભમાં ગોપીબેન તરફથી ધોરણ 8 ની બાળાઓને ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ શાખપુર કન્યા શાળાના આચાર્ય ઇલાબેન તરફથી તમામ બાળકોને બોલપેન આપવામાં આવી હતી. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. તેમજ શાખપુર કુમાર શાળાના શિક્ષક શ્રી શિલ્પાબેન કાછડીયા અને શિલ્પાબેન ચાંદુ તરફથી તમામ બાળકોને લાઈવ સ્ટીમ ઢોકળા નો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શાખપુર કુમાર શાળાના શિક્ષક શ્રી ચેતનભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Recent Comments