fbpx
અમરેલી

શાખપુર ગામે ચબૂતરા માં બેચી દૈનિક ૧૫૦ થી ૨૦૦ દર્દી નારાયણો ની તપાસ સારવાર કરે છે તબીબ શુકલા

દામનગર શાખપુર અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટર ખોડીદાસ શુક્લા અનોખી સેવા આપતા આયુર્વેદિક ક્ષેત્રમાં શાખપુર ગામનું નામ થયું છે દરરોજ ૧૫૦ થી ૨૦૦ જેટલા દર્દીઓ ઓપીડીમાં આજુબાજુના ગામના આવતા થયા છે અને દર્દીઓમાં રિઝલ્ટ પણ સારું આવતા બહોળી પ્રસિદ્ધિ શાખપુર ગામનું નામ પણ રોશન થયું છે જ્યારે આર્યુવેદિક દવાખાનાની વિશાળ જગ્યા હોવા છતાં તે દવાખાનાના મકાનનું કામ હાલ જર્જરીત થયેલ હોય અને તે ડોક્ટર હાલ ચબૂતરા ના પક્ષીઘરના રૂમમાં બેસીને હાલ ફરજ બજાવી રહ્યા છે

આ આયુર્વેદિક દવાખાના બિલ્ડીંગ નવું બનાવવા માટે દરખાસ્ત પણ થયેલ છે અને તેના ડોક્યુમેન્ટ પણ આર્યુવેદિક ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા મંગાવવામાં આવ્યા છે જો આ બિલ્ડીંગ વહેલી તકે બનાવવામાં આવે તો આજુબાજુના નાના રાજકોટ નાના કણકોટ પાંચ તલાવડા ખારા કલ્યાણપર નાનીવાવડી ફાચરિયા ગારીયાધાર સહિતના લોકો આ આયુર્વેદિક દવાનો લાભ લઇ રહ્યા છે જેથી ડોક્ટર શુક્લા સાહેબ દ્વારા પણ વધારે સમય આપી આયુર્વેદિક પદ્ધતિઓ લોકોને સમજાવી અને ઉત્સાહ સાથે કામગીરી કરી રહ્યા છે જેની આજ ચારે બાજુ પ્રશંસા થઈ રહેલ છે ગુજરાત સરકારના આ કર્મચારીએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે જેથી શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી સમક્ષ પણ વહેલી તકે આ આયુર્વેદિક દવાખાનાના બિલ્ડીંગનું કામને મંજૂરી આપવામાં આવે જેથી અનેક લોકો આ સુવિધા નો લાભ લઇ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે

Follow Me:

Related Posts