લાઠી તાલુકાના શાખપુર ગામે ના હાલ સુરત સ્થિત વતન ના રતન ઉદ્યોગરત્ન બલર દલસુખભાઈ હિંમતભાઈ બલર અને કનુભાઈ બલર વનમાળીભાઈ અને બલર અશોકભાઈ હિંમતભાઈ સહિત ના બલર બંધુ ઓના આર્થિક સહયોગથી શાખપુર ગામ ના સામુહિક વિકાસ માં ઉદારહાથે સખાવતો કરી આદર્શ ગામ શાખપુર ને આકર્ષક નયન રમ્ય પ્રવેશદ્વાર ની ભેટ આપી શાખપુર દામનગર રોડ નો પ્રવેશદ્વાર અને શાખપુર ગારીયાધાર રોડ નો મેન પ્રવેશદ્વાર અને શેક્ષણિક સંસ્થા શાખપુર માધ્યમિક સરકારી ઉચ્ચતર હાઈસ્કૂલનો રજવાડી ગેટ બનાવવામાં આવશે.
જેનો શાખપુર ગ્રામ પંચાયત વતી અને શાખપુર શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા વતનનું ઋણ અદા કરતા દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર માનવામાં આવે છે પ્રસિદ્ધ શાખપુર ખોડીયાર માતાજી ના આશીર્વાદ થી પ્રગતિના પંથે જઈ રહ્યું શહેરો ને કર્મભૂમિ બનાવી ખૂબ નામ દામ કમાઈ આર્થિક ઉન્નત થયેલ વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ તે વતન ને ક્યારેય વિસરી શકે નહીં.
શાખપુરના બલર પરિવાર ના દાતાશ્રીઓનો ખૂબ આર્થિક સહકાર થી ગ્રામ વિકાસ ની શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામજનોમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ પ્રસરી જવા પામેલ છે સમાજ શ્રેષ્ટિ બલર પરિવાર દ્વારા શાખુપર ગામ વિકાસ ના કાર્યો થી ગ્રામજનોમાં આનંદ ની લાગણી વ્યાપી છે સમસ્ત શાખપુર ગ્રામજનો અને સ્થાનિક પંચાયતના સરપંચ જશુભાઈ ખુમાણ સદસ્યો દ્વારા દાતા પરિવાર પ્રત્યે ખૂબ ખૂબ અભિનંદન આપી આભાર ની લાગણી વ્યક્તિ કરી હતી.
Recent Comments