લાઠી તાલુકાના શાખપુર ગામે ગ્રામ પંચાયત કચેરીનું બિલ્ડીંગ નું કામ ત્રણ વર્ષ પહેલા મંજૂર થયેલ છે વિકાસ ઘણા લાંબા સમય થી ગોટાળે ચડ્યો છે હાલ આ કામ અધૂરું હોય અવારનવાર રજૂઆત કરવા છતાં બિલ્ડીંગનું કામ પૂર્ણ કરવામાં આવતું નથી કોન્ટ્રાક્ટર ફોન ઉપાડતા નથી અને ગ્રામ પંચાયત કચેરી હાલ સાંસ્કૃતિક હોલમાં બેસીને કામગીરી કરે છે જે લોકશાહીમાં શરમજનક બાબત કહી શકાય.
કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરીને ત્રણ વર્ષથી કામ પૂર્ણ કરતા નથી અને અનેક વખત સરપંચ શ્રી એ તાલુકા સંકલન અને જિલ્લા સંકલન સમિતિ ની બેઠક માં મુદ્દો ઉઠાવ્યો તત્કાલીન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને વર્તમાન ધારાસભ્ય તળાવીયા તાલુકા પંચાયત પ્રમુખ હતા ત્યારે અને અત્રે ધારાસભ્ય છે તેની સમક્ષ આ મુદ્દે વારંવાર રજૂઆતો હોવા છતાં હજુ કામ પૂર્ણ થયેલ નથી જો એક મહિનાની અંદર કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ તાલુકા વિકાસ અધિકારી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરશે.
પાયાની જરૂરિયાત ગ્રામ પંચાયત કચેરી નું બિલ્ડીંગ જ ન હોય તો વિકાસની ક્યાં વાત કરવી શાખપુરમાં વિકાસ ગોટાળા ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે વહેલામાં વહેલી તકે કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈ અને ગ્રામ પંચાયત કચેરીનું કામ પૂર્ણ કરવા અને શાખપુર ગામને ગ્રામ પંચાયત ઘરની સુવિધા આપવા મુખ્યમંત્રી સમક્ષ સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે લાઠી તાલુકા પંચાયત દ્વારા કોન્ટ્રાકટર ની મનમાની ચલાવાય રહી છે કે કમ્પ્લીશન આપી દીધું ? ત્રણ વર્ષ થી વિકાસ ગોટાળે ચડ્યો છે જો ઉકેલ નહિ આવે તો આંદોલન કરવા ફરજ પડશે.

















Recent Comments