અમરેલી

શાખપુર થી ગારીયાધાર માર્ગ મગર ની પીઠ જેવો હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે થી ગારીયાધાર રોડ અતિ બિસ્માત હાલતમાં અમરેલી જિલ્લાનું છેવાડું શાખપુર ગામે થી ગારીયાધાર તાલુકાના જોડતો રોડ અતિ બિસ્માર અને કન્ડમ હાલતમાં થયેલ છે અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી આ રોડ ઉપર ભારે વાહનોની અવરજવર રહેતી હોય અને ઊંટ ઉપર બેઠા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે જેથી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી સમક્ષ શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ રોડ વહેલી તકે બનાવવામાં આવે જેથી ઢસા દામનગર અને આજુબાજુના ગામડા ના રાહદારીઓને મુશ્કેલીનો અંત આવી શકે તેવી રજૂઆત મુખ્યમંત્રી વેબ પેજ ઉપર શાખપુર સરપંચ દ્વારા કરવામાં આવી છે

Related Posts