શામળદાસ કોલેજ ઈન્ટરકલાસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ વિભાગની ટીમ ચેમ્પિયન બની
શામળદાસ કોલેજ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આયોજિત ઈન્ટરકલાસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ વિભાગની ટીમ ચેમ્પિયન બની હતી.
ભાવનગરના રાજકુમારીશ્રી બ્રિજેશ્વરીબા ગોહિલના હસ્તે વિદ્યાર્થીઓને ટ્રોફી અપૅણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમણે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પણ આપ્યાં હતાં.
તેઓએ ઈતિહાસ વિભાગના ક્લાસરૂમમાં ભાવનગરના લોકપ્રિય મહારાજાશ્રીઓ અને તેઓની પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ પ્રદશૅનની મુલાકાત લીધી હતી, આ અવસરે વિદ્યાર્થીઓ , અધ્યાપકો, આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments