શામળાજી યાત્રાધામમાં હજારો ભક્તો ઉમટ્યા; કલાક વહેલું ખોલવામાં આવ્યું મંદિર
ભાદરવા સુદ પૂર્ણિમા છે, ત્યારે યાત્રાધામ શામળાજીમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. પિતૃપક્ષનું પ્રથમ શ્રાદ્ધનો શામળાજી તીર્થમાં અનોખો મહિમા રહેલો છે. ભક્તોના ધસારાને પહોંચી વળવા મંદિર ૧ કલાક વહેલું ખોલવામાં આવ્યું હતું. ભાદરવા સુદ પૂનમ યાત્રાધામ શામળાજીમાં સવારથી મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભાદરવીનું અંબાજી જેટલું જ મહત્વ ભગવાન કાળિયા ઠાકોરનું છે. ત્યારે ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને ભગવાન શામળિયાની જાખી કરવા ઉમટી પડ્યા છે.
આજના દિવસે ભગવાન શામળિયાનું ખાસ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને સોના આભૂષણો અને ખાસ તૈયાર કરાવેલ વાઘા પહેરાવવામાં આવ્યા છે. ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તોના ધસારાને ધ્યાને લઇ દરરોજ કરતા એક કલાક મંદિર વહેલું ખોલવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભગવાનના દર્શનનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો ખૂબ ભાવથી શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.
Recent Comments