શાળામાં અપાતા ભોજન પર વિવાદથી સમગ્ર મામલે હોબાળો મચી ગયોતમિલનાડુના શાળામાં અપાતા ભોજન પર વાલીઓએ કહ્યું,“દલિત મહિલાએ બનાવ્યું તો અમારા બાળકો ભોજન નહીં ખાય”
જાતિવાદના મામલા અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે હવે તમિલનાડુના થૂથુકુડીમાં એક એવો જ જાતિવાદનો મામલો સામે આવ્યો છે. અહીં હિન્દુ માતા-પિતાએ બાળકોને સરકારી યોજના હેઠળ આપવામાં આવતો સવારનો નાસ્તો ન ખાવા માટે દબાણ કર્યું છે. માતા-પિતાએ તેની પાછળનું કારણ આપ્યું છે કે સીએમ બ્રેકફાસ્ટ સ્કીમ હેઠળ આપવામાં આવતું ભોજન એક દલિત મહિલા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે રાજ્યના સમાજ કલ્યાણ મંત્રીથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરીને લોકોને સમજાવ્યા છે.
મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો જિલ્લાના એટ્ટાયપુરમનો છે. અહીં રાજ્ય સરકારની યોજના હેઠળ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. અહીં પીરસવામાં આવતો નાસ્તો એક દલિત મહિલા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેથી હિંદુ માતા-પિતાએ તેમના બાળકોને નાસ્તો ન ખાવા માટે દબાણ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. આ સમગ્ર મામલે રાજ્યના સમાજ કલ્યાણ અને મહિલા સશક્તિકરણ મંત્રી પી ગીતા જીવન, મહેસૂલ અધિકારી અને તહસીલદારે સમગ્ર મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. વાસ્તવમાં, મોટાભાગના બાળકોએ જિલ્લાની યુસીલમપટ્ટીની યુનિયન પ્રાથમિક શાળામાં આપવામાં આવેલો નાસ્તો ખાધો ન હતો. બાળકોના વાલીઓએ જણાવ્યું કે તેમના બાળકો શાળાએ જતી વખતે ઘરેથી નાસ્તો કરે છે, તેથી તેઓ શાળામાં આપવામાં આવતો નાસ્તો ખાતા નથી.
પાછળથી તે પ્રકાશમાં આવ્યું કે મોટાભાગના પછાત વર્ગ અને અત્યંત પછાત વર્ગના લોકોએ તેમના બાળકોને નાસ્તો ન કરવા કહ્યું છે. સોમવારે આવા તમામ હિંદુ વાલીઓ સાથે અધિકારીઓની બેઠક યોજાઈ હતી જે અનિર્ણિત રહી હતી. માતાપિતા તેમના ર્નિણય પર અડગ રહ્યા. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા, દલિત તરફી પક્ષ વિદુથલાઈ ચિરુથિગલ કાચી (ફઝ્રદ્ભ) ના સંસ્થાપક નેતા અને સંસદ સભ્ય થોલ થિરુમાવલવને રાજ્ય સરકારને કહ્યું હતું કે તિરુનેલવેલી અને થૂથુકુડી જિલ્લામાં જાતિ સંબંધિત અત્યાચાર હજુ પણ ચાલુ છે. વન્નારપેટ્ટાઈમાં શાળાએ જઈ રહેલા બે દલિત વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને લઈને સરકાર પર નિશાન સાધતા તેમણે આ નિવેદન આપ્યું હતું.
Recent Comments