અબુધાબી ખાતે શિક્ષકની નોકરી મેળવવા માટે વડોદરાની મહિલા સાથે રૂપિયા ૧૪.૩૪ લાખ ઓનલાઇન છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકી સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. ભેજાબાજાેએ નોકરી વાંચ્છુ બેરોજગારોને ફસાવવા માટે અખબારોમાં જાહેરાત આપી હતી. ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે અલગ-અલગ બેંક ખાતાધારક ઇ-મેલ આઇડીધારક સહિત ૧૩ શખસો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ભેજાબાજાેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
સાઇબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી સોસાયટીમાં શ્રીનિવાસ ઐયર પરિવાર સાથે રહે છે. અને અલકાપુરી સ્થિત એલ.આઈ.સી. ઓફીસ ખાતે વહીવટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. પરંતુ, તેઓ શિક્ષકની નોકરી મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. દરમિયાન ૨૦૧૯માં અખબારમાં માશરેક ઇન્ટરનેશનલ સ્કૂલ અબુધાબી ખાતે શિક્ષકની જરૂરિયાત છે તેવી જાહેરાત તેઓએ જાહેરાત વાંચી હતી.
જાહેરાત વાંચ્યા બાદ શિક્ષકની નોકરી વાંચ્છુક શ્રીનિવાસ ઐયરની પત્નીએ જાહેરાતમાં આપેલા ફોન નંબરો ઉપર ઓનલાઈન સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ ભેજાબાજાેએ મેડિકલ ફિટનેસ, વિઝા અને રિક્વાયરમેન્ટ જેવા અલગ-અલગ બહાના દર્શાવી ટુકડે ટુકડે ૧૪,૩૪,૭૩૫ રૂપિયા ઓનલાઇન પડાવી લીધા હતા. માતબર રકમ પડાવ્યા બાદ ભેજાબાજાેએ શિક્ષકની નોકરી પણ ન આપતા અને મેળવેલા રૂપિયા ૧૪.૩૪ લાખ પણ પરત ન આપતા મહિલાના પતિ શ્રીનિવાસ ઐયરે સાઇબર ક્રાઇમમાં ભેજાબાજ ટોળકીના ૧૩ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી.
સાઇબર ક્રાઇમે શ્રીનિવાસ ઐયરની ફરિયાદના આદારે ભેજાબાજ ટોળકીના ૧૩ સાગરીતો સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. નોંધનીય બાબત એ છે કે, દિવસે-દિવસે ઓનલાઇન છેતરપિંડીના બનાવો બનવા છતાં, લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. અશિક્ષીતો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બને તો સમજ્યા પણ ઉચ્ચ શિક્ષીત લોકો પણ ભેજાબાજાેની લોભામણી વાતોમાં આવીને છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા પણ લોકો ઓન લાઇન છેતરપિંડીનો ભોગ ન બને તે માટે અવાર-નવાર સમાચાર માધ્યમો અને સોશ્યલ મિડીયા દ્વારા ચેતવણીરૂપ સુચનો કરવામાં આવે છે. આમ છતાં, લોકો ઓન લાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.



















Recent Comments