શિક્ષણેત્તર વિવિધ પ્રવૃત્તિથી ધમધમતી શાળાશ્રી સરસ્વતી વિદ્યામંદિર શિક્ષણ,શિસ્તમા અગ્રેસર
અમરેલી જિલ્લામા શિક્ષણ અને શિસ્ત ,અને રાષ્ટ્રભક્તિ થી ભરપૂર અને વિવિધ પ્રવૃત્તિ દ્વારા અપાતા શિક્ષણ મા સદા અગ્રેસર લાઠી રોડ પર આવેલ શ્રી સરસ્વતી વિદ્યામંદિર શાળાની પ્રવૃત્તિ
દ્વારા અપાતા શિક્ષણ સમારંભમા અમરેલી લોકસાહિત્ય સેતુના કારોબારી સદસ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહેવાનુ સદ્ભાગ્ય પ્રાપ્ત માણવા સહુ સદસ્યશ્રીઓ સાથે પહોંચી ગયા. આજ ગુરુપૂર્ણિમા અને ગૌરીવ્રતની સયુક્ત ઉજવણીના આયોજનમા સંસ્થાના સંચાલક બાળપ્રેમી વિજયભાઈ મહેતાએ પધારેલ સહુ આમંત્રીતો નુ શાબ્દિક સ્વાગત પ્રવચન આપી હૃદયની લાગણી બતાવી .
પ્રરંભમા પધારેલ લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષી,ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગોંડલીયા ખજાનચી હસુભાઈ જોષી,મહેન્દ્રભાઈ શુકલ,પંકજભાઈ જોષી,નુ શાલ તેમજ ગીફ્ટ થી ભવ્યાતિભવ્ય સન્માન કર્યુ પ્રસંગની ગરીમા વધારવા અને બાળકો અને શિક્ષક સ્ટાફના સમર્પિતભાવને બીરદાવવા ગુરુવંદના,પ્રસંગોચિત વાર્તા બાલગીતો થી સર્વ ગોવિંદભાઈ ગોંડલીયા હસુભાઈ જોશી મહેન્દ્રભાઈ જોષીએ પોતાની આગવી શૈલીમા રજૂઆત કરી સહુને ભારે આનંદ કરાવ્યો.આજના કાર્યક્રમમા વિદ્યાભારતી ટ્રસ્ટ ના જ્યંતીભાઈ પટોળિયા,મનસુખભાઈ માગરોળિયા,કવિ કનુભાઈ લીબાસીયા ખાસ ઉપસ્થિત રહી સહુની આ રુડી પ્રવૃત્તિને બીરદાવી દિકરીઓ દ્વારા તૈયાર કરેલ ગોર્યમાના પૂજન આશિર્વાદ નો લાભ લીધેલ. આભાર દર્શન અને સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન શાળા સ્ટાફે ઉત્તમ કર્યુ.
Recent Comments