ભાવનગર

શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે 29 મી આધ્યાત્મિક વિદ્યાર્થી યુવા શિબિરનું સમાપન

“સ્વમાંથી સર્વમાં અને સ્વાર્થ દૃષ્ટિમાંથી શિવ દૃષ્ટિ એટલે અધ્યાત્મ” -પૂજ્ય સીતારામ બાપુ

છેલ્લા ત્રણ દિવસથી મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર ચાલી રહેલી ત્રિદિવસીય આધ્યાત્મિક વિદ્યાર્થી યુવા શિબિર નું આજે મુર્ધન્ય સંસ્કૃત વિદ્વાન ડોક્ટર વસંત પરીખ અને ડો. ગૌતમભાઈ પટેલ ના વક્તવ્ય સાથે સમાપન થયું હતું. સુંદરકાંડના દશાંશ યજ્ઞ સાથે પૂજ્ય સીતારામ બાપુએ બધાને શિબિરનું પાથેય એટલે કે આશીર્વાદ પુરા પાડ્યા હતા પૂજ્ય બાપુએ બધાને દિક્ષાંત આશીર્વાદ પાઠવતા જણાવેલ કે માતા પિતા અને ગુરુના ઋણમાંથી કોઈ ક્યારેય છૂટી શકતું નથી જીવનનાં ભણતર,ચણતર અને ઘડતર અને ઉજાળવા આવી શિબીરો જરૂરી છે.

શિવ તત્ત્વ વિશે બોલતા વિદુષી કવિ યીત્રી કાલિન્દીબેન પરીખે મતલબ ની દુનિયા માંથી લોકોના દુઃખ સાંભળનારા બનીએ એવી શીખ આપી હતી. આ શિબિરમાં ત્રણે દિવસ ભાવનગર જિલ્લાની વિવિધ શાળાઓના ૧000 થી વધારે વિદ્યાર્થીઓએ યુવાઓએ ભાગ લીધો હતો. રોજ સવારે ગુજરાત યોગ બોર્ડના શિક્ષાર્થીઓ અને કૌશિકભાઈ વ્યાસ ના ટ્રેનરો દ્વારા યોગ અને કરાટે ત્યાં પ્રશિક્ષણ આપવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓ યુવાઓ શિવકુંજ માની પરિવારના આતિથ્યને માણીને પોતાના જીવનનું દિવ્ય ભાથું લઈને પોતાના જીવનમાં શિક્ષણની સાથે સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિને લઈને પોતાના વતન તરફ ગયા હતા, શિબિરની ઉદ્દ્યોષણા નરેશભાઈ જાનીએ જ્યારે સંયોજન નોટરી એડવોકેટ શરદભાઈ ભટ્ટે સંભાળેલ

Related Posts