ભાવનગર. બાળકોને પોતાનુ સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ છે એટલા માટે તો બાળકને બધું જ પોતાની જાતે કરવું છે જાતે કામ કરીને બાળકને પોતે સ્વાવલંબી છે તે પુરવાર કરવું છે. બાલમંદિર હોય કે શાળા હોય કે પછી બાળકના પાલક હોય , હર કોઈની પ્રથમ ફરજ છે કે બાળકોને પુરતી સ્વાતંત્રતા આપવી. બાળક સતત પ્રવૃત્તિશીલ રહે આવા વિચારોને પ્રાધાન્ય આપતાં શિશુવિહાર પ્રાંગણમાં ૧૯૪૦ થી સાતત્ય પુર્ણ રીતે ચાલતા ગ્રીષ્મ તાલીમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ ની પ્રથમ તાલીમ ૧ મે થી ૧૨ દિવસ માટે યોજાઈ. ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી સર્વાંગી તાલીમમાં ચિત્રકામ , સ્કેટિંગ , સ્કાઉટિંગ , કોમ્પ્યુટર , મહેંદી , બ્યુટીપાર્લર , અંગ્રેજીગ્રામર , ગ્લાસપેઇન્ટિંગ પ્રકારે વિવિધ પ્રવૃતિઓમાં ૯૨ બાળકોને ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે…..જીવન શિક્ષણ ના ભાગરૂપે વેકેશન માટેની બીજી તાલીમ તારીખ ૧૪ મેં થી ૨૫ મે દરમિયાન યોજાશે. સાથોસાથ બાળકો માટે શામપરા ખાતે સાઇકલ પ્રવાસ કબડ્ડી ખો-ખો પ્રકારની શાંતિપ્રિય ભારતીય રમતો ની પણ તાલીમ રહેશે વાલીઓને પોતાના બાળકોને શિશુવિહાર ના ઉપક્રમે યોજાતી સર્વાંગી તાલીમ માં મોકલવા મોકલી પ્રોત્સાહિત કરવા વિનતી.
શિશુવિહારના ઉપક્રમે સર્વાંગી સાતત્ય પુર્ણ રીતે ચાલતા ગ્રીષ્મ તાલીમમાં બાળકોને મોકલવા વાલીઓને અનુરોધ

Recent Comments