શિશુવિહાર ના ઉપક્રમે માનનીય મેયરનાં વરદ હસ્તે શહેરની 316 આંગણવાડી માટે પ્રારંભાયેલ તાલીમ
ભાવનગર માનનીય મેયરશ્રીનાં વરદ હસ્તે શહેરની ૩૧૬ આંગણવાડી માટે પ્રારંભાયેલ તાલીમપૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ સુદઢ બનાવવા માટે શહેરની ૩૧૬ આંગણવાડી સાથે વર્ષ ૨૦૧૨ થી કાર્યરત શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે તા.૨ માર્ચથી બાલવંદના તાલીમ શરૂ કરવામાં આવી.આજે નઈ શિક્ષણ નીતિના પૂર્વ પ્રાથમિકમાં ત્રણ વર્ષની તાલીમને અનિવાર્ય કરવામાં આવી છે ત્યારે શિશુવિહારની પુર્વ પ્રાથમિક તાલીમ વધુ અસર કારક બની રહેશે. આ ઉપક્રમે ભાવનગરનાં મેયરશ્રીનાં વરદ હસ્તે તાલીમનાં વિઝ્યુલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું..શિશુવિહાર સંસ્થાના બાલમંદિરનાં શિક્ષકો દ્વારા ૬૦ નાં જૂથમાં બહેનોને બાળગીત , પ્રાર્થના , રમત , જીવન શિક્ષણ , અભિનય ગીત તથા ક્રાફટ પ્રકારે ૬ તાલીમ તથા સાહિત્ય આપવામા આવેલ. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ , શ્રી અંકિતાબહેન ભટ્ટ તથા શ્રી પ્રીતિબહેન ભટ્ટનાં સંયોજન તળે શ્રી સાવિત્રીબહેન નાથજીએ રાજય સ્તરે કર્યું હતું..શિશુવિહાર ના ઉપક્રમે સતત 10મા વર્ષે યોજાતી તાલીમ ના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના ડેપ્યુટી કમિશનર શ્રી રાજપૂત સાહેબ તથા સોશ્યલ વેલફેર કમિટીનાં ચેરમેન શ્રી ઉષાબેન બધેકા ઉપસ્થિત રહી કાર્યક્રમના દાતાશ્રી જાગ્રતભાઈ પ્રેમશંકર ભટ્ટ નું અભિવાદન કર્યું હતું……
Recent Comments