શિશુવિહાર પ્રાંગણમાં ૩૦ મો વડીલ વંદના કાર્યક્રમ રાજ્ય ના જાણીતા તબીબ ડો ભગત ની અધ્યક્ષતા યોજાઈ ગયો
ભાવનગર ગુજરાતના જાણીતા તબીબ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સેવા કાર્યને રાષ્ટ્રીય ફલક ઉપર મુકવા પ્રયત્નશીલ ડૉ.ભરતભાઈ ભગતની અધ્યક્ષતામાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦ મો વડીલ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો…..
ન્યાલચંદભાઈ વકિલ પરિવારના સૌજન્યથી યોજાયેલ વૃદ્ધજન સન્માન સમારોહમાં ઉપસ્થિત ૧૫૦ વડીલોની વય વંદના યોજવામાં આવી .આ પ્રસંગે શિક્ષણવિદ ડો.ચંદ્રકાંત ભોગાયતા તથા ડો. નીલાબેન ઓઝા નુ અભિવાદન કરવામાં આવ્યું સાથોસાથ ગણેશ ક્રીડા મંડળ થી યુવાનોના સ્વાસ્થ્યની કાળજી લેતા શ્રી નટુભા ચુડાસમા અને ભગિની સેવા મંડળથી બહેનો અને બાળકોના આરોગ્યની કાળજી લેતા શ્રી કુસુમબેન ગાંધીનું વિશેષ અભિવાદન મંચસ્થ મહાનુભાવો ના વરદ હસ્તે થયું…..
તારીખ ૧૩ નવેમ્બરે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ નૂતનવર્ષ સમારોહ પ્રસંગે વડીલોને ડોક્ટર ભગત સાહેબ દ્વારા શરીરે સ્વસ્થ અને મનથી આનંદદાયી રહેવાની શીખ આપવામાં આવી હતી… સંસ્થા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે દ્વારા આશીર્વચન સાથે કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક પ્રવીણભાઈ ઠક્કર તેમજ સંસ્થાના કાર્યકરોએ યોજ્યું હતું……
લાડુના ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો સાધન સુવિધાથી સજ્જ બને તેવા હેતુને લક્ષમાં રાખી આ પ્રસંગે તમામ વડીલો ને વોકિંગ સ્ટીક , વોટર બેગ, રૂમાલ , સાહિત્ય , મીઠાઈ ઇત્યાદિ ભેટ પણ આપવામાં આવેલ
Recent Comments