વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી- ગાંધીનગર અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા,
અંબાલાના સંયુક્ત ઉપક્રમે “માતૃભાષા સપ્તાહ” અંતર્ગત “માતૃભાષા મહોત્સવ-૨૦૨૬” ની ઉજવણી કરવામાં આવશે.
આ અવસરે ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ વિષયક પરિસંવાદ તા. ૧૭ ફેબ્રુઆરી (મંગળવાર) ના રોજ
સાંજે- ૪:૦૦ કલાકે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, આંબલા (તા. શિહોર) ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ગૌરાંગભાઈ વોરા અને પ્રેરક માર્ગદર્શન માટે ગુજરાત સાહિત્ય
અકાદમીના અધ્યક્ષશ્રી ડૉ. ભાગ્યેશ જહા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના નિમંત્રક શ્રી મેહુલભાઈ ભટ્ટ અને ડૉ.
જયેન્દ્રસિંહ જાદવ છે.
આ પરિસંવાદમાં વક્તા તરીકે શ્રી વિશાલભાઈ જોશી તથા ડૉ. ઘનશ્યામસિંહ રાઠોડ પોતાના વિચારો રજૂ
કરશે. કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ વાઘેલા કરશે, જ્યારે કાર્યક્રમના સંયોજક તરીકે સુ.શ્રી ભારતી વોરા કામગીરી
સંભાળશે.
માતૃભાષા મહોત્સવનો આ કાર્યક્રમ ગુજરાતી ભાષાની ગૌરવસભર પરંપરા, તેની સાહિત્યિક સમૃદ્ધિ અને નવી
પેઢીમાં ભાષાપ્રેમ જાગૃત કરવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે.
શિહોરના આંબલા ખાતે તા.૧૭ ફેબ્રુઆરીએ “માતૃભાષા મહોત્સવ-૨૦૨૬”ની ઉજવણી કરાશે


















Recent Comments