fbpx
ભાવનગર

શિહોર તાલુકાના જુના જાળીયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કુમ કુમ તિલક સાથેસ્વાગત

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચી રહી છે. ત્યારે શિહોર તાલુકાના જુના જાળીયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા લોકોએ ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું.

ગ્રામજનોએ સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ સહિત સુકન્યા સમૃદ્ધિ યોજના ના લાભ વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌ ગ્રામજનો સંકલ્પમાં સહભાગી થયા હતા.

આ કાર્યક્રમમાં સરપાંચશ્રી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ગામનાં વડીલો અને મોટી સંખ્યામાં ઞ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts