શીશાંગથી સોમનાથ પગપાળા યાત્રાએ જતા ૫૦ યાત્રિકોનું ધોરાજીમાં માતૃકૃપા ટ્રાવેલ્સ ખાતે અભિવાદન કરાયું
દર શ્રાવણ માસમાં શીશાંગથી સોમનાથ પગપાળા યાત્રાએ અંદાજિત ૫૦ થી વધારે શીશાંગ, ખેંગારકા તેમજ રાજકોટ સહિતના યાત્રાળુઓ સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થે જાય છે. સ્વ. મહાવીરસિંહ ચુડાસમા અને દેશુરભાઈ રબારીએ પગપાળા યાત્રા શરૂ કરાવી હતી તેની પ્રેરણાથી આજુબાજુના તેમના ઘણા બધા મિત્રો અવિરત છેલ્લા ૧૩ વર્ષોથી સોમનાથ મંદિરે દર્શનાર્થે જાય છે. આ તકે આ યાત્રિકો ધોરાજી ખાતે પહોંચતા ધોરાજી માતૃ કૃપા ટ્રાવેલ્સ ખાતે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ માતૃ કૃપા ટ્રાવેલ્સ પરિવાર દ્વારા ચા પાણી નાસ્તો કરાવીને યાત્રિકોને આવકારવામાં આવ્યા હતા.
Recent Comments