શું તમારી પાસે છે પ્રધાનમંત્રી જનધન ખાતું?, મળશે આ સુવિધા, જાણો આ રીત..
જાે તમે પ્રધાનમંત્રી જનધન ખાતું ખોલાવ્યું નથી તો તરત જ ખોલાવી લો. આ અંતર્ગત હવે ઝીરો બેલેન્સ પરના બેંક ખાતાઓની સંખ્યા ૪૧ કરોડને પાર થઈ જશે. સાથે ખાતાધારકોને અનેક સુવિધાઓ મળશે. આ ખાતાની મદદથી તમે ૧૦ હજાર સુધી ઉપાડી શકશો. અને આ સિવાય ડેબિટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવશે. જેથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો અને ખરીદી પણ કરી શકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના આ વર્ષે ૨૮ ઓગસ્ટથી શરૂ કરવામાં આવી હતી. સરકારે ૨૦૧૮ માં વધુ સુવિધાઓ અને લાભો સાથે આ યોજનાનું બીજું સંસ્કરણ શરૂ કર્યું હતું. મંત્રાલયના અનુસાર ૨૦૧૫ પછી સતત ઝીરો બેલેન્સવાળા ખાતાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. માર્ચ ૨૦૧૫માં ૫૮ ટકા ખાતા એવા પણ હતા જેમાં બેલેન્સ ન હતું. એટલે કે હવે આ લોકો પણ ખાતા પૈસા જમા કરાવે છે.
જાણો આમાંથી મળતી સુવિધા વિશે. જાણવું છે તો જેમાં પ્રથમ નંબરે છે જનધન યોજનાના અંતર્ગત ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોના ખાતા ખુલશે. અને બીજા નંબરે છે આ યોજનાના અંતર્ગત ખાતું ખોલાવવા પર િેॅટ્ઠઅ છ્સ્ કાર્ડ, ૨ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો, ૩૦ હજાર રૂપિયાના લાઈફ કવર અને જમા રાશિ વ્યાજ મળશે. અને ત્રીજા નંબરે છે તમને આના પર ૧૦ હજાર સુધી ઓવરડ્રાફટની સુવિધા પણ મળશે. અને ચોથા નંબરે છે આ ખાતું કોઈપણ બેંકમાં ખોલાવી શકાય છે. અને છેલ્લું અને પાંચમાં નંબરે છે તમારે મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી જાે જનધન ખાતા ખોલવવા માટે આ જરૂરી ડોકયુમેન્ડેશન પણ આ રીતે જાેઇશે જેમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત તમારા ગ્રાહકને જાણો (દ્ભરૂઝ્ર) ની જરૂરિયાતને પૂર્ણ કરતા દસ્તાવેજાે પણ સબમિટ કરી શકો છો.
જાે તમારી પાસે દસ્તાવેજાે નથી, તો તમે નાનું ખાતું ખોલી શકો છો. આમાં, તમારે બેંક અધિકારીની સામે સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને તમારી સહી ભરવાની રહેશે. જન ધન ખાતું ખોલવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ ચૂકવવાની જરૂર નથી. ૧૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે.
Recent Comments