તલાટી ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અગાઉના દિવસોમાં શરૂ કરવામાં આવી હતી પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઇને ક્યાંકને ક્યાંક ધાંધિયા જોવા મળતા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ સબમીટ કરાતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની વેબસાઈટ જ અવારનવાર હેક થવાની ઘટનાઓ વારંવાર બનતી હતી. જેના કારણે તલાટી કમ મંત્રી ની તારીખ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. આ પહેલાં 15 ફેબ્રુઆરી સુધીમાં તલાટીની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી પરંતુ આ તારીખ માં ફેરફાર કરી 17 ફેબ્રુઆરી સુધી ની તારીખ લંબાવવામાં આવી છે જ્યારે ફી ભરવા માટે 21 ફેબ્રુઆરી અંતિમ તારીખ છે. એટલે કે જે ઉમેદવારો ના ફોર્મ ભરવાના બાકી છે તે ઉમેદવારો હજુ ત્રણ દિવસ સુધી તલાટીની પરીક્ષા પહેલા ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પરીક્ષાઓ ને લઈને આ પહેલા પણ વારંવાર કેટલાક પ્રકારની બેદરકારી સામે આવી છે. પરીક્ષા લીધા પહેલા હોય કે પછી પરીક્ષા લીધા બાદ આ પ્રકારની રજીસ્ટ્રેશન ની ખામી સર્જાતા તારીખ લંબાવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ અવાર નવાર આ બાબતને લઈને ફરિયાદ પણ કરી હતી કેમ કે રજિસ્ટ્રેશન કરતા પહેલા વિદ્યાર્થીઓ માટેની વેબસાઇડ હેક થઈ જતી હતી. જોકે તલાટી કમ મંત્રી ની પરીક્ષા 3,437 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
શું તલાટીની પરીક્ષા માટેનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે? ફોર્મ ભરવાની તારીખો લંબાવાઈ

Recent Comments