ભાવનગર

શેત્રુંજી ડેમ ખાતેની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના નિયામક લાલજીભાઈ સોલંકીનું પણ રાજ્યપાલની હાજરીમાં જિલ્લા કલેકટર દ્વારા શિલ્ડ આપી સન્માન

તાજેતરમાં તળાજા તાલુકાના ટીમાણા ગામે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મુલાકાતે આવેલ.તેઓશ્રી ની હાજરીમાં સાચા અર્થમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શેત્રુંજી ડેમ ખાતેની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના નિયામક લાલજીભાઈ સોલંકીનું પણ રાજ્યપાલ શ્રીની હાજરીમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉત્તર બુનિયાદી વિદ્યાલય ના નિયામક પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી નું માર્ગદર્શન -શિક્ષણ આપનાર તેમજ પોતાના ખેતરમાં પદ્ધતિથી SPNF પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરતા હોય આ સન્માન થયું હતું.

Related Posts