fbpx
અમરેલી

શ્રીજી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટદ્વારા ગૌસેવા  માટે સતત ચાલતી સેવાઓ. આમ ગણીએ તો ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાની પૂજા અર્ચના પણ થાય છે

 

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીજી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને સકારાત્મક ઉર્જા વચ્ચે લૂલ્લી, લંગડી અપંગ ગાયોની સારસંભાળ અને સારવાર કરવામાં આવી રહી છે. આ ટ્રસ્ટ છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી શહેરમાં ગૌમાતા માટે અલગ અલગ જગ્યાએ રજકો પણ નાખીને ભૂખી ગાયમાતાની જઠરાગ્નિ ઠારવાનો નમ્ર પ્રયાસ કરે છે આમ ગણીએ તો ગાય એ ભારતીય સંસ્કૃતિમાં અતિ પવિત્ર પ્રાણી તરીકે સ્થાન ધરાવે છે. પરંતુ આપણી કમનસીબી કહો કે સમયની બલિહારી આજે રસ્તે રઝળતી અનેક  ગાયો જોવા મળે છે. જેનું કોઈ ધણીધોરી નથી એવી ગાયો માટે આ ટ્રસ્ટ સતત ચિંતિત જોવા મળે છે  થોડા સમય પહેલાં જ લંપી નામનો જીવલેણ વાયરસથી થતો રોગ ગાયમાતામાં પ્રસરેલો એવા કપરાં સમયે આ ટ્રસ્ટ દ્વારા ૩૦૦૦ થી વધુ ગૌ માતાને લંપી વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિનેશન કરવામાં આવેલ અને આ સંદર્ભે અમરેલી જિલ્લામાં  આ સંસ્થાએ સૌથી વધુ રસીકરણ કરી પોતાની ગૌસેવા પ્રત્યેની નિષ્ઠા અને પ્રેમનું પ્રમાણ પૂરૂં પાડેલ. વળી અનેક વાર તહેવારે ગાયમાતાને ગુંદી ખવડાવવામાં આવેલ.આ સંસ્થા દ્વારા રખડતી ગાયો જો ઈજાગ્રસ્ત દેખાય તો તાત્કાલિક  સારવાર પણ કરવામાં આવે છે. અને ભવિષ્યમાં સાવરકુંડલામાં તમામ  રખડતી ગાયોને સેફટી બેલ્ટ લગાવાનું પણ આ ટ્રસ્ટ આયોજન કરે છે

નવીન વાત તો એ છે કે આ ટ્રસ્ટમાં તમામ મિત્રો કામ કરે છે અને ફાજલ  સમયમાં ગૌસેવાની  મહત્વની કામગીરી કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર કરતાં જોવા મળે છે. ખાસ નોંધનીય બાબત તો એ છે કે આ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તમા  મિત્રો યુવાનો છે. એકંદરે આવા કપરા કાળમાં  આવું સેવાકાર્ય કરવું એ પડકારજનક તો છે જ એ વાત પણ સાચી છે. આવી  સેવાકીય પ્રવૃત્તિઓની લોકોમાં  પણ ભારે સરાહના થઈ રહી છે. આ સંસ્થા દ્વારા વિશેષમાં જણાવાયું હતું કે શહેરની કોઈપણ વ્યક્તિને શહેરમાં ઇજાગ્રસ્ત ગાયો જોવા મળે તો શ્રીજી ગૌ સેવા ટ્રસ્ટના હેલ્પલાઇન પણ સંપર્ક કરી શકે છે. શ્રીજી ગૌ સેવા ટ્રસ્ટના મિત્રો સાંજે ૭:૦૦ થી સવારના ૭:૦૦ વાગ્યા સુધી ગૌમાતાની સારવાર માટે બારે માસ ઉપલબ્ધ હોય છે. હેલ્પલાઇન – 777806696આમ શ્રીજી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગાયમાતાની અનોખી સેવાકીય પ્રવૃત્તિઓ માટે આપનું ઉદાર હાથે દાન આવકાર્ય અને સ્વીકાર્ય છે.

Follow Me:

Related Posts